આદિત્ય ઠાકરેને નથી ઓળખતી: રિયા ચક્રવર્તી
મુંબઈ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતનાં મામલે આજે રિયા ચક્રવર્તીએ તેની ઉપર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણ રીતે પાયા વિહોણા ગણાવ્યાં છે. રિયાનાં વકિલ સતીશ માને શિંદેએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર, રિયા પર લગાવેલાં આરોપો સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. રિયા આ તમામ મામલે બેખબર છે. રિયાએ અત્યાર સુધી ઈડી અને મુંબઇ પોલીસની સામે રજૂ થઇને દરેક સવાલોનાં જવાબ આપ્યા છે. જો કોઇ ત્રીજી એજન્સી આવશે તો પણ રિયા અને દરેક સવાલનાં જવાબ આપવા તૈયાર છું.
આદિત્ય ઠાકરેને જાણતી જ નથી અને તેને ક્યારેય મળી નથી, સુશાંતની પાસે પૈસા નથી લીધાઃ રિયાનો દાવોે
રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકરેને નથી ઓળખતી અને ન તો તેને ક્યારેય મળે છે. રિયાએ કહ્યું કે, તેણે સુશાંત પાસે ક્યારેય પૈસા નથી લીધા, રિયાએ જણાવ્યું કે, મુંબઇ પોલીસ અને ઈડીને જણાવ્યું કે, અકાઉન્ટની તપાસ કરી લીધી છે અને તેને કોઇ લેણદેણ નથી મલ્યું. બંને તપાસ એજન્સીઓને કોઇ પ્રકારની કોઇ જાણકારી મળી નથી. જેનાંથી માલૂમ થાય છે કે સુશાંતનાં પૈસાનો ઉપયોગ હું કે મારો પરિવાર કરતાં હતાં.
રિયાએ કહ્યું કે, તે ત્રીજી એજન્સીની સામે પણ રજૂ થવા તૈયાર છે. મુંબઇ પોલીસથી લઇને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીનાં અધિકારીઓને મારા બેંક સ્ટેટમેન્ટ, ઇનકમ ટેક્સ, સીસીટીવી, સીડીઆર અને ઇલેક્ટ્રોનિક ડેટામાં કોઇ પણ પ્રકારની આપરાધિક તથ્ય નથી મળ્યાં છે. આ ઉપરાંત બંને એજન્સીઓએ ઇલેક્ટ્રોનિક, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ પણ લીધો છે. પણ કંઇ જ હાથ લાગ્યું ન હતું.SSS