આદિત્ય નારાયણે હોસ્ટિંગ છોડવાનો નિર્ણય કેમ કર્યો?
મુંબઈ: આદિત્ય નારાયણ છેલ્લા કેટલાય વર્ષોથી ‘ઈન્ડિયન આઈડલ’માં હોસ્ટ તરીકે જાેવા મળે છે અને હાલ આ શોની ૧૨મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યો છે. જાેકે, હવે આદિત્ય નારાયણે હોસ્ટિંગમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લઈ લીધો છે. થોડા દિવસ પહેલા જ આદિત્યએ ખુલાસો કર્યો હતો કે ૨૦૨૨થી તે ટીવી શો હોસ્ટ નહીં કરે. હવે લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેણે ટીવી શો હોસ્ટિંગ છોડવાનો ર્નિણય કેમ કર્યો તે જણાવ્યું છે. ઈન્ટરવ્યૂમાં આદિત્યએ કહ્યું, મને લાગ્યું હોસ્ટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો આ યોગ્ય સમય છે કારણકે મારી પાસે પહેલાથી જ ૪ પ્રોજેક્ટ છે.
માટે જે હું મેકર્સને જાણકારી આપવા માગતો હતો કે ભવિષ્યમાં હોસ્ટિંગની ઓફર નહીં સ્વીકારી શકું. મને આ ઓફર્સ નકારતા ઘણું દુઃખ પણ થઈ રહ્યું છે કારણકે મને અગાઉ કરતાં ઘણાં વધુ રૂપિયા મળતા હતા. ૧૮ વર્ષની ઉંમરે મેં ‘સા રે ગા મા પા’ હોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે મને પ્રતિ એપિસોડ ૭,૫૦૦ રૂપિયા મળતા હતા. એ વખતે મારા માટે આ રકમ પણ મોટી હતી અને હવે મેકર્સ મને કરોડોની ઓફર આપે છે ત્યારે તેમને ના કહેવામાં મને દુઃખ થાય છે”,
તેમ આદિત્યએ ઉમેર્યું. ટીવી શોનું હોસ્ટિંગ છોડવાના કારણનો ખુલાસો કરતાં આદિત્ય નારાયણે કહ્યું, “હું સંગીતને પ્રેમ કરું છું. ટીવી ઈન્ડસ્ટ્રીએ મને ધન-દોલત, ઘર, ફાર્મહાઉસ, કાર દરેક વસ્તુ કમાવી આપી છે
પરંતુ સંગીત મારો પહેલો પ્રેમ છે અને હું તેના વિના નથી જીવી શકતો. મેં ઢગલાબંધ ટીવી શો કર્યા છે અને તેમાંથી મોટાભાગના સંગીત સાથે જાેડાયેલા છે. સમસ્યા એ છે કે જ્યારથી મેં ટીવી શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી લોકો ભૂલી ગયા છે કે હું સિંગર પણ છું. વર્ષમાં હું માંડ ૨-૩ ગીત કરું છું જ્યારે ટીવી પર તમને મને હંમેશા જાેતા રહો છો.