આદિત્ય નારાયણ આખરે હોસ્પિટલથી ઘરે આવ્યો
મુંબઈ: સિંગિંગ રિયાલિટી શોનો હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણને કોરોના વાયરસનું સંક્રમણ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાે કે, હવે તે ઘરે પાછો આવી ગયો છે. હાલમાં જ એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરતાં આદિત્ય નારાયણે કહ્યું કે, મને અત્યારે સારું લાગી રહ્યું છે. મારી પત્ની શ્વેતા અગ્રવાલની તબિયત પણ સારી છે. જાે કે, તેને થોડી અશક્તિ આવી ગઈ છે. ફેન્સને સલાહ આપતાં તેણે કહ્યું કે, કોરોનાની સ્થિતિ વકરી છે ત્યારે ઘરે જ રહો અને વાયરસથી બચવા માટે શક્ય એટલા પ્રયાસો કરો. હું જેટલું શક્ય હતું એટલો સાવચેત રહેતો હતો.
હું માસ્ક પહેરતો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવતો હતો. શૂટિંગ, જિમ અને મારા માતા-પિતાને મળવા સિવાય હું ક્યાંય જતો નહોતો. હકીકતમાં, ભીડને ટાળવા માટે મેં મારો જિમ ટાઈમ સાંજના બદલે સવારે ૬ વાગ્યાનો કરી દીધો હતો. તેમ છતાં વાયરસે મને પકડી લીધો. તેથી, દરેકે સાવચેતી રાખવી જાેઈએ. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ હજુ પણ ક્વોરન્ટિનમાં છે. તે ફરીથી રિપોર્ટ કરવાનો છે. હું સંક્રમિત થયો
તેને ૧૮ દિવસ થઈ ગયા છે. તેથી, હું સોમવારે ફરીથી ટેસ્ટ કરાવીશ. આદિત્ય ઈન્ડિયન આઈડલ ૧૨ના સ્ટેજને ખૂબ મિસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, હું શોને મિસ કરું છું અને સ્ટેજ પર પરત જવાની રાહ જાેઈ શકતો નથી. થોડા દિવસ પહેલા આદિત્ય નારાયણે પત્ની શ્વેતા અગ્રવાલ સાથેની એક તસવીર શેર કરી હતી અને બંને કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી. આદિત્યએ લખ્યું હતું કે, ‘દુર્ભાગ્ય રીતે મારી પત્ની અને મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બંને ક્વોરન્ટિનમાં છીએ. વિનંતી છે કે, સુરક્ષિત રહો અને પ્રોટોકોલનું પાલન કરો. અમને તમારી પ્રાર્થનામાં યાદ કરજાે. આ પણ પસાર થઈ જશે.