આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર પ્લાન લોન્ચ કર્યો, જે વિદેશમાં તબીબી ખર્ચાઓ પણ આવરી લે છે
ભારત અને વિદેશમાં તમારી તમામ હેલ્થ જરૂરિયાતો માટે વળતર અને ફિક્સ્ડ બેનિફિટ કવરેજ એમ બંને સાથે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના
મુંબઈ, દેશમાં મહત્વપૂર્ણ નોન-બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ ગ્રૂપઆદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ) હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (એબીએચઆઇસીએલ)એ આજે ભારત અને વિદેશમાં તમારા સ્વાસ્થ્યની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વળતર અને ફિક્સ્ડ બેનિફિટ એમ બંને પ્રકારના વીમાકવચ સાથે સંપૂર્ણ યોજના એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર પ્લાન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
દરેક વ્યક્તિની પ્રાથમિકતાની યાદીમાં સ્વાસ્થ્યને મળવાની સાથે નવો પ્રસ્તુત થયેલો એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર પ્લાન હેલ્થકેરના ખર્ચને આવરી લેવા માટે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના તરીકે બનાવવામાં આવ્યો છે. આ પ્લાનનો ઉદ્દેશ ભારતમાં અને વિદેશ પ્રવાસમાં સંપૂર્ણ હેલ્થ વીમાકવચ મેળવવા ઇચ્છતાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે.
એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર ઇનપેશન્ટ અને હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવ્યાં પછીના ખર્ચને આવરી લેવા દુનિયાભરમાં કવચ પ્રદાન કરે છે તેમજ પ્રવાસ અને રોકાણના ખર્ચાઓ તથા વિઝા સહાય સેવાઓ માટે બિલ્ટ-ઇન કવચ ધરાવે છે. આ પ્લાનમાં સાયબર નાઇફ અને રોબોટિક કામગીરી, લેસર થેરપી અને બેરિયાટ્રિક સર્જરી જેવી અદ્યતન સારવાર પ્રક્રિયાઓને પણ આવરી લેવામાં આવી છે.
આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના સીઇઓ શ્રી મયંક બઠવાલે કહ્યું હતું કે, “મોબિલિટીમાં વધારો અને સરહદો ખુલવાની સાથે લોકોએ વિશેષ અને શ્રેષ્ઠ સારવાર મેળવવા માટે તેમના વિદેશી તબીબી પ્રવાસ ફરી શરૂ કરી દીધા છે. જોકે ઘણી વ્યક્તિઓ આ પ્રકારની સારવારો માટે વિદેશી વીમાકંપનીઓ પાસેથી વીમો ખરીદે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને અમે એક પ્લાનમાં વળતર અને ફિક્સ્ડ બેનિફિટ કવરેજ સાથે એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર પોલિસી પ્રસ્તુત કરી છે. આ સંપૂર્ણ હેલ્થ વીમાયોજના છે, જે કેશલેસ આયોજિત સારવાર માટે 3 ઇન 1 કવચ આપે છે, જેમાં વિદેશમાં 16 મુખ્ય બિમારીઓની સારવારને આવરી લેવામાં આવી છે.
આ આંતરરાષ્ટ્રીય હોસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લેવાની સાથે હોસ્પિટલાઇઝેશન તબીબી ખર્ચ, આંતરરાષ્ટ્રીય સેકન્ડ ઇ-ઓપિનિયન, મૃત શરીરને દેશમાં લાવવા, દર્દી, એટેન્ડન્ટ અને અંગદાતા માટે પ્રવાસ અને રોકાણ જેવા અન્ય નાણાકીય ખર્ચ પણ પૂરાં પાડે છે. એબીએચઆઇએલનો એક્ટિવ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયર કવચ અમારા ગ્રાહકોને વાજબી કિંમતે તેમની સંપૂર્ણ સુરક્ષા માટે સક્ષમ બનાવવા તથા વૈશ્વિક કક્ષાનાં હેલ્થ અને વેલનેસ બેનિફિટ લેવાની સુવિધા આપે છે.”
આ પ્લાન વિશિષ્ટ ફાયદા પૂરાં પાડશે, જે ગંભીર બિમારીની સારવાર સુલભ કરશે એટલે કે પોલીસધારકને કોઈ પણ વધારાના ખર્ચ વિના પોલિસીની આગામી વર્ષગાંઠ સુધીમાં પાછળના તબક્કે ડાયાબીટિસ, હાયપરટેન્શન, હાયપરલિપિડેમિયા અને અસ્થમા જેવી લાંબા ગાળાની જીવનશૈલી સાથે સંબંધિત બિમારી વિકસશે તો તેની સામે કવચ પ્રદાન કરશે.
પોલિસીધારકો ફિટ રહીને 100 ટકા સુધી હેલ્થરિટર્ન્સTM મેળવી શકે છે અને પ્રીમિયમ રિન્યૂઅલની ચુકવણી પર પ્રાપ્ત ફંડનો ઉપયોગ કરી શકશે. તેમને દરેક દાવામુક્ત વર્ષ માટે 50 ટકા નો ક્લેઇમ બોનસ અને મહત્તમ 100 ટકા વીમાકૃત રકમ મેળવવાની તક પણ મળશે. તેઓ સ્વાસ્થ્યની આકારની સુલભતા સાથે તેમના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી શકે છે અને પહેલા દિવસથી વાર્ષિક હેલ્થ ચેક-અપનો લાભ લઈ શકે છે તથા એબીએચઆઇસીએલના નિષ્ણાત – હેલ્થ કોચનું વિશેષ માર્ગદર્શન મેળવી શકે છે.
એક્વિટ હેલ્થ પ્લેટિનમ પ્રીમિયમ પ્લાનની મુખ્ય ખાસિયતોમાં સામેલ છેઃ-
હેલ્થરિટર્ન્સ™ – ફિટ અને સ્વસ્થ રહો તથા પ્રીમિયમના 100 ટકા સુધી હેલ્થરિટર્ન્સ™ મેળવો
સુપર રિલોડ – 100% અનલિમિટેડ રિલોડ, સમાન અને બિનસંબંધિત બિમારી માટે ઉપલબ્ધ
સંચિત બોનસ –દરેક દાવામુક્ત વર્ષ માટે 50 ટકા વીમાકૃત રકમ, મહત્તમ 100 ટકા સુધી (મહત્તમ 1 કરડો સુધી)
મુખ્ય બિમારી પર આંતરરાષ્ટ્રીય કવચ – 3 કરોડ અને 6 કરોડની એસઆઈ માટે 16 મુખ્ય બિમારીઓ માટે કેશલેસને આધારે ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશન માટે શ્રેષ્ઠ તબીબી આયોજિત સારવાર
સ્થાનિક/આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી સહાય – અમારા સર્વિસ પાર્ટનર નીચેની સેવાઓ પ્રદાન કરશે
o તાત્કાલિક તબીબી સ્થળાંતરણ
o તબીબી નિરીક્ષણ
o તબીબી રિપાટ્રિએશન
નિષ્ણાત હેલ્થ કોચ –તબીબી, પોષણ, માનસિક અને ફિટનેસ, માનસિક માર્ગદર્શક સત્ર, હોમિયોપેથી ટેલીકન્સલ્ટેશન પર વિશેષ માર્ગદર્શન
લાંબી બિમારીની સારવારનો કાર્યક્રમ – જો પોલિસી ખરીદ્યા પછી કોઈ લાંબા ગાળાની બિમારી થાય, તો ક્રોનિક મેનેજમેન્ટ પ્રોગ્રામ ઓટોમેટિક અપગ્રેડ થશે
ક્રોનિક મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કન્સલ્ટેશન અને નિદાન પરીક્ષણો માટે ફાયદા
હોમ ટ્રીટમેન્ટ – કેશલેસ હોમ ટ્રીટમેન્ટ પસંદગીના શહેરોમાં યાદીમાં સામેલ બિમારીઓ માટે પ્રદાન કરવામાં આવે છે.
સેકન્ડ ઇ ઓપિનિયન – સ્થાનિક/આંતરરાષ્ટ્રીય તબીબી પ્રેક્ટિશનરની અમારી પેનલમાંથી ઇ ઓપિનિયનનો લાભ મેળવો
પર્સનલ એક્સિડન્ટ અને લાંબા ગાળાની બિમારીના કવચ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સંપૂર્ણ હેલ્થ વીમાકવચ ઇચ્છતાં તમામ ગ્રાહકો માટે આ પ્લાન યાદીમાં સામેલ 16 મુખ્ય બિમારીઓ માટે આયોજિત સારવારો માટે રૂ. 3 કરોડ અને રૂ. 6 કરોડની વીમાકૃત રકમ માટે આંતરરાષ્ટ્રીય કેશલેસ સારવાર પૂરી પાડશે.