આદિત્ય બીજા હનીમૂન માટે સુલા વાઈનયાર્ડ્સ પહોંચ્યો
મુંબઈ: ગુલમર્ગના ઠંડા વાતાવરણમાં હનીમૂન માણ્યા બાદ, આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ નાસિકમાં આવેલા સુલા વાઈનયાર્ડ્સમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. સુલા વાઈનયાર્ડ્સ વાઈન લવર્સ માટે ફેવરિટ જગ્યા છે. આદિત્ય નારાયણે વાઈનયાર્ડ્સમાંથી પત્ની સાથેની એક રોમાન્ટિક તસવીર શેર કરી છે.
આ સાથે તેણે લખ્યું છે કે, ‘સુલા વાઈનયાર્ડ્સને એક્સપ્લોર કરી રહી છું, મારી પાર્ટનર ઈન ક્રાઈમ અને પાર્ટનર ઈન વાઈન શ્વેતા અગ્રવાલની સાથે’. આ તસવીરમાં શ્વેતાએ પીળા કલરનું જમ્પ શૂટ પહેર્યું હતું અને તેના હાથમાં વાઈનનો ગ્લાસ જાેવા મળી રહ્યો છે. જ્યારે આદિત્યે પીળું ટી-શર્ટ અને ડેનિમ પહેર્યું છે.
આ સિવાય આદિત્ય નારાયણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ ત્રણ તસવીર શેર કરી છે. જેમાંથી એકમાં વાઈનનો ગ્લાસ જાેવા મળી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘સુંદર દુનિયા, સુંદર જીવન અને સુંદર પત્નીને ચીયર્સ’. આ સાથે તેણે સુલા વાઈનયાર્ડ્સને ટેગ કર્યું છે.
બીજી તસવીર જે શેર કરી છે, તે રુમની છે. આ સાથે તેની પત્ની પણ દેખાઈ રહી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘હેલ્લો બેટર હાફ’. આદિત્ય નારાયણે બ્રેકફાસ્ટ દરમિયાનની તસવીર શેર કરી છે. જેમાં તેની સામે પ્લેટમાં યમ્મી નાસ્તો જાેવા મળી રહ્યો છે. તસવીરને કેપ્શન આપતાં સિંગર-હોસ્ટ-એક્ટરે લખ્યું છે કે, ‘નાસ્તામાં જે મજા છે તે જમણવારમાં નથી’. હકીકતમાં, આ શ્વેતા અને આદિત્યનું બીજું હનીમૂન છે.
લગ્ન બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે હનીમૂન પ્લાન્સ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેઓ ત્રણ જગ્યાએ જશે. સિંગરે કહ્યું હતું કે, ‘શિલિમ, સુલા વાઈનયાર્ડ્સ અને ગુલમર્ગ. આ ત્રણ સ્થળોએ નાના-નાના વેકેશન માટે જઈશ. મારે દર અઠવાડિયે શૂટિંગ માટે મુંબઈ પરત આવવાનું હોવાથી અમે આ રીતે તબક્કાવાર હનીમૂનનું પ્લાનિંગ કર્યું છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આદિત્ય નારાયણ હાલ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ હોસ્ટ કરી રહ્યો છે.
શોના ગત ‘ફેમિલી સ્પેશિયલ’ એપિસોડમાં શ્વેતા મહેમાન બનીને પહોંચી હતી. આદિત્ય અને શ્વેતાએ ૧ ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે મંદિરમાં લગ્ન કર્યા હતા. બે ડિસેમ્બરે બંનેનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેમાં નજીકના કેટલાક મિત્રો અને પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.