Western Times News

Gujarati News

આદિપુરુષ માટે પ્રભાસે ૧૦૦ કરોડથી વધુ ફી લીધી

મુંબઈ, અમુક ફિલ્મ સ્ટાર્સ એવા હોય છે જેમના પર ફિલ્મમેકર્સને, પ્રોડ્યુસર્સને અત્યંત વધારે વિશ્વાસ હોય છે. આ સ્ટાર્સની લોકપ્રિયતા એટલી હોય છે કે તેમના હોવા માત્રથી ફિલ્મ હિટ થવાની શક્યતા વધી જાય છે. પછી આ સ્ટાર્સ મેકર્સ પાસેથી મસમટી ફી પણ લેતા હોય છે.

આ સ્ટાર્સમાં બાહુબલી જેવી સુપરહિટ ફિલ્મ આપનારા તેલુગુ સુપરસ્ટાર પ્રભાસનું નામ પણ શામેલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રભાસે પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરુષ માટે એટલી મોટી રકમ લીધી છે જે જાણીને કોઈની પણ આંખો પહોળી થઈ જાય.

રિપોર્ટ અનુસાર, પ્રભાસે પોતાના અપકમિંગ ફિલ્મ આદિપુરુષ અને સ્પિરિટ માટે ૧૫૦ કરોડ રુપિયા ફી લીધી છે. પાછલા ૧૦ વર્ષની વાત કરીએ તો સલમાન ખાન અને અક્ષય કુમાર પછી પ્રભાસ ત્રીજાે એવો અભિનેતા છે જેણે આટલી મોટી રકમ લીધી હોય.

સલમાન ખાને સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ માટે ૧૦૦ કરોડથી વધારે ફી લીધી હતી. આ સિવાય અક્ષય કુમાર માટે પણ કહેવામાં આવે છે કે તેણે બેલ બોટમ માટે ૧૦૦ કરોડ રુપિયા લીધા હતા. ઓમ રાઉતના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ સિવાય સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ પણ જાેવા મળશે.

આ ફિલ્મ પૌરાણિક ગ્રંથ રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જાેવા મળશે. આદિપુરુષને ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રીલિઝ કરવાની મેકર્સની યોજના છે. આ સિવાય પ્રભાસ ટુંક સમયમાં ફિલ્મ રાધે શ્યામમાં જાેવા મળશે.

આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં તો પ્રભાસની લોકપ્રિયતા પહેલાથી હતી, પરંતુ બાહુબલી સીરિઝ પછી દેશભરમાં લોકો પ્રભાસના ફેન બની ગયા છે. રાજામૌલીની ફિલ્મ બાહુબલી- ધ બિગિનિંગ અને પછી બાહુબલી- ધ કન્કલ્યુઝનને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. બન્ને ફિલ્મોએ સિનેમાઘરોમાં અઢળક કમાણી કરી હતી. બાહુબલી પછી પ્રભાસના ફેન્સ દક્ષિણ ભારત સુધી સીમિત નથી રહ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.