Western Times News

Gujarati News

આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે: વડાપ્રધાન

વલસાડ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં તેમણે દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વના એવા ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કર્યું. જેના બાદ તેમણે આદિવાસી સમાજના લાખો લોકોને સંબોધન કરીને આ વિસ્તારમાં વિકાસનુ વચન આપ્યુ હતું.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, અત્યાર સુધી આદિવાસી ક્ષેત્રમાં મુખ્યમંત્રી હતો ત્યારે આટલો મોટો કાર્યક્રમ નસીબમાં ન હતો. ભુપેન્દ્ર અને સી.આર ની જાેડી નવો વિશ્વાસ પેદા કરી રહી છે. ૫ લાખથી વધુ લોકો અહીં ઉપસ્થિત છે. મને ગર્વ થાય છે કે જે મારા કાર્યખંડમાં હુ ન કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે. તમારો પ્રેમ વધી રહ્યો છે. આ વિકાસની ગૌરવશાળી પરંપરાને સરકાર ઈમાનદારીથી આગળ વધારી રહી છે.

૩૦૦૦ કરોડના પ્રોજેક્ટનુ ભૂમિકરણ કરવાનો મને અવસર મળ્યો છે. આ તમામ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનુ જીવન સરળ બનાવશે. આ વિકાસ યોજના માટે તમને અભિનંદન.તેમણે કહ્યુ કે, આઝાદી બાદ જે સરકાર બની તેમણે વિકાસને પ્રાથમિકતા ન બનાવી. જે ક્ષેત્ર અને વર્ગમાં જરૂર હતી, ત્યા તેઓએ વિકાસ કર્યો જ નહિ. કારણ કે તે કામ કરવા માટે મહેનતની જરૂર પડે છે. ગામ રોડની સુવિધાથી વંચિત હતા.

હવે તેઓને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન મળ્યા, તેમાં મોટાભાગે આદિવાસી પરિવારો હતા. આઝાદી બાદ સૌથી વધુ ગરીબ આદિવાસી ભાઈબહેન હતા. ટીકાકરણ અભિયાનમાં એક સમયે ગામ સુધી પહોંચવા વર્ષો લાગી જતા હતા. જંગલો રહી જતા હતા. તેમણે ગુજરાતની જનતાને પૂછ્યુ કે તમારુ ટીકાકરણ થયુ કે નહિ, શુ તમને પૈસા આપવા પડ્યા? તેમણે કહ્યુ કે, દૂરના જંગલોની ચિંતા એ આપણા સંસ્કારોમાં છે.

કોઈ આદિવાસી અને ગરીબ યોજનાના લાભથી છૂટે નહિ તે દિશામાં અમારી સરકાર તેજ ગતિથી કામ કરી રહી છે.
પોતાની જૂની યાદો વાગોળતા તેમણે કહ્યુ કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતુ. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવીએ, તો અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.

તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન… અહી આદિવાસીઓ એકલાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે.

આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે.એેક કિસ્સા વિશે તેમણે કહ્યુ કે, ભૂતકાળમાં આ જ વિસ્તારના એક એવા મુખ્યમંત્રી હતા, જેમના પોતાના ગામમાં પાણીની ટાંકી ન હતી. હેન્ડપંપ લગાવે તો બાર મહિને બગડી જાય. હું આવ્યો અને તેમના ગામમાં મેં ટાંકી બનાવી. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીન ઉદઘાટન કર્યુ હતું,

અને ગુજરાતના છાપામાં પહેલા પાના પર મોટા સમાચાર છપાયા હતા. એ દિવસો ગુજરાતે જાેયા છે. આજે મને ગર્વ થાય છે કે હુ આદિવાસી વિસ્તારમાં ૩૦૦૦ કરોડના કામનું ઉદઘાટન કરુ છું. મને સરકારમાં ૨૨ થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયુ બાતવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય. ૨૦૧૮ માં હુ આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે.

આજે તેઓ ખોટા પડ્યા છે. નેવા અને મોભા વચ્ચે ૩-૪ ફૂટનો ઢાળ હોય છે. આ તો ૨૦૦ માળનો પહાડ ચઢીને તળિયેથી પાણી ઉંચકીને ટોચ પર લઈ જવાનું. અમે ચૂંટણી માટે નહિ પણ ભલુ કરવા માટે નીકળ્યા છે. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે.

તેમણે કહ્યુ કે, અહીંના લોકોનુ જીવન પાણીદાર બનાવવુ છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યુ છે. હવે મને નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જાેઈએ. ઉમરગામથી આગળમાં આદિવાસી, ઓબીસી સમાજ રહે. અહી પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય છે. ત્યા એક પણ વિજ્ઞાનની શાળા ન હતી.

આજે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન શાળાથી મેં શરૂ કરેલુ કામ મેડિકલ કોલેજાે સુધી પહોંચ્યુ છે. પ્રગતિ કરવી હોય તો જંગલમાં પણ જવુ પડ્યુ છે. લાખો લોકોનુ જીવન બદલવાનો અમારો નેમ છે. ડાંગ જિલ્લાએ કુદરતી ખેતી માટે જે બીડુ ઉપાડ્યુ છે તેના માટે અભિનંદન આપુ છું. આદિવાસી-પછાત-હળપતિના દીકરાએ હવે ડોક્ટર થવુ હોય તો, હવે અંગ્રેજી ભણવાની જરૂર નથી. હવે અમે માતૃભાષામાં તેમને ડોક્ટર બનાવીએ છીએ.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.