આદિવાસી જાતિના દાખલાઓ નહીં મલતા લોકટોળાંનો હલ્લાબોલ

મહીસાગર કલેકટર કચેરી માં કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડવાના બનાવથી તંત્રમાં સન્નાટો
ચેમ્બર માં એક વ્યક્તિ ની આત્મવિલોપન ની ચીમકી સાથે શરીર પર કેરોસીન રેડયું
મહિસાગર જિલ્લામાં પટેલીયા સમાજ ને આદિવાસી જાતિ ના દાખલાઓ આપોના નારા સાથે ભારે આક્રોશ ભયાઁ આવેશમાં ટોળું જીલ્લા કલેક્ટર કચેરી માં નિવાસી અધિક કલેક્ટર એ.આઈ.સુથાર ની ચેમ્બર માં રજુઆત માટે ધસી ગયેલ તેવામાં હલલાબોલ થતાં ને આદિવાસી જાતિ ના દાખલાઓ આપો ની ઉગ્ર રજુઆતો દરમયાન એક વ્યક્તિ એ આક્રોશ માં આવી જઈ ને પોતાના શરીર પર કેરોસીન રેડી ને આત્મવિલોપન ની ચીમકી આપતા વાતાવરણ માં ઉશ્કેરાટ વ્યાપેલ જોવા મળતો હતો.
આ ધટના ધટતા ધટના સથળે પોલીસ ફોસઁ દોડી આવેલ અને રજુઆત માટે ધસી ગયેલ અરજદારો પૈકી વીસેક વયકતિ ને પોલીસે ઝડપીપાડેલ ને તમામને પોલીસ મથકે લઈ જવાયેલ.
જીલ્લા માં કલેકટર કચેરી માં જ જો અરજદાર કેરોસીન ભરેલી બોટલ લઈને પ્રવેશ કરી ધુસી જાય ને અધિક નિવાસી કલેક્ટર ની ચેમ્બર માં જે આ આખી ધટના ધટી ને આખી કચેરી માથે લીધી નો બનેલ આ બનાવ એક ગંભીર બાબત હોવાનું ચચાઁઇ રહેલ છે.
ને સીકયુરીટી અંગે ના અનેક પ્શ્રનો ઉભા થયેલ જોવા મળે છે.મહીસાગર જીલ્લા માં આદિવાસી જાતિનાં પ્રમાણપત્રો નહીં મલતા તે મળે તે માટે ની માંગ સાથે તાજેતરમાં.08.06.22 નારોજ પટેલીયા સમાજ ના યુવકોને યુવતી ઓને મહીલા ઓ ને બાળકો ને આગેવાનો ને વિદ્યાર્થી ઓ એ ભેગા મળીને પોતાની આદિવાસી જાતિ ના દાખલાઓ મળે તે માટે ની રજુઆત માટે મહિસાગર જીલ્લા ના અધિક નિવાસી કલેક્ટર ની ચેમ્બર માં જઇને ઉગ્ર રજુઆતો કરાયેલ ને આ રજુઆતો ને બોલાચાલી દરમયાન એક વયકતિ એ આક્રોશ માં આવી જઈ ને તેના હાથમાં નું કેરોસીન શરીર પર રેડી દીધેલ ને આત્મવિલોપન ની ચીમકી આપતાં ઉશ્કેરાટ વ્યાપેલ જોવા મળતો હતો.
ને જાતિ ના દાખલાઓ આપો નહીં તો અમારું ભવિષ્ય બગડશે નો ઉગ્ર આક્રોશ વ્યકત કરતાં જોવાં મળતાં હતાં.કલેકટર કચેરી માં ને નિવાસી અધિક કલેક્ટર ની ચેમ્બર માં આ ધટના ધટતા પોલીસ નો કાફલો કલેક્ટર કચેરીએ દોડી આવેલ અને બનાવ ની ગંભીરતા સમજી ને પોલીસની દરમયાનગી રી થી ને સમજાવટથી ને વીસેક જેટલાં અરજદારો ને પોલીસે ઝડપી પાડી ને પરિસ્થિતિ ને થાળે પાડેલ જોવા મળતી હતી.આ ધટના ના જીલ્લા વહીવટી તંત્ર માં ને રાજકીય મોરચે પણ તેનાં ધેરાપ્તયાધાત પડેલ જોવાય છે.
પટેલીયા સમાજ ને પુનઁ અનુસુચિત જાતિનેજનજાતિ માં સમાવેશ કરીને જાતિનાં પ્રમાણપત્રો આપવા ના મુદ્દે શરુ થયેલ આ રજુઆતો ને ઉગ્રઆંદોલન પત્યે આંખઆડા કાન કરનારા જીલ્લા સતતાધીશો ને રાજકીય નેતાઓની આ ધટેલ ગંભીર ધટના થી ઉંધહરામ થઇ ગયેલ જોવાયછે.
ને જાતિ ના દાખલાઓ મળે તે માટે ની લાંબાસમય થી માંગણી કરી રહેલ આ સમાજ ના આશરે એંસી જેટ લા મહીલા ઓ ને બાળકો ને વિદ્યાર્થી ઓ ને આગેવાનો એ અરજદારો બનીને વારાફરતી તબક્કાવાર ને જોડે કેરોસીન ની બોટલો ભરેલી રાખીને કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરી ધુસી ને નિવાસી અધિક કલેક્ટર ની ચેમ્બર માં જઇને જાતિનાં દાખલાઓ આપો. દાખલાઓ કયારે મળશે.
ની ભારે આક્રોશ ભયાઁ આવેશમાં આવી ને ઉગ્ર રજુઆતો કરતાં વાતાવરણ માં ઉશ્કેરાટ વ્યાપેલ જોવા મળતો હતો. આ સમયે ચેમ્બર માં હાજર પ્રાન્ત અધિકારી દવારા પણ આ અરજદારો ને સમજાવટથી શાંત પાડવાનો પ્રયત્નો કરેલ હતાં. આદિવાસી જાતિ ના દાખલાઓ નો પ્શ્રન વષોઁ થી વણ ઉકલેલ મહિસાગર જિલ્લામાં જોવામળેછે.
આ આદિવાસી જાતિ ના દાખલાઓ ના પ્શ્રનો આ જીલ્લા માં ખાનપુર તાલુકાનાં વિસ્તારમાં ને સંતરામપુર તાલુકા ના પશ્રચિમ વિસ્તાર માં ને કડાણા તાલુકા માં જોવાં મળે છે. ને જાતિ ના દાખલાઓ ના મુદ્દે ચુંટણી સમયે રાજકીય નેતાઓ દવારા મતબેંક માટે દાખલાઓ મળે તે માટે ના ઠાલા આશ્રવાસનો પણ અપાય છે ને તેનો રોષ આ વિસતારો માં જોવા મળે છે.
તસવીર-સંતરામપુર, ઈન્દ્રવદન વ પરીખ.