આદિવાસી યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરાયું
રાંચી, છત્તીસગઢના કબીરધામ જીલ્લામાં ૧૪ વર્ષીય આદિવાસી યુવતીથી સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે કહેવાય છે કે પીડિતા પોતાના મિત્રોની સાથે ફરવા ગઇ હતી તે દરમિયાન ચાર અજાણ્યા લોકોએ દોસ્તને ધમકાવી ભગાડી દીધો અને યુવતીનું અપહરણ કર્યું અને તેની સાથે ગેંગરેપ કર્યો કબીરધામ જીલ્લાના પોલીસ અધીક્ષકે કહ્યું કે યુવતી સાથે કહેવાતા દુષ્કર્મના મામલામાં પોલીસે ચાર લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર યુવતીએ ફરિયાદ કરી છે કે જયારે તે પોતાના એક મિત્રની સાથે ફરવા માટે ગઇ ત્યારે ચાર આરોપીઓએ તેને ઘેરી લીધી હતી.આરોપીઓએ તેના મિત્રને ધમકાવીને ભગાડી મુકયો હતો. યુવતીએ પોલીસને કહ્યું કે ચારેય આરોપીઓએ તેને સુનસાન સ્થાન પર લઇ ગયા અને કહેવાતી રીતે દુષ્કર્મ કર્યું છે ઘટનાને પરિણામ આવ્યા બાદ તમામ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.
યુવતીએ મદદ માટે જયારે બુમો પાડી ત્યારે સ્થાનિક લોકોએ તેની માહિતી પોલીસને આપી બાદમાં પોલીસ ટીમે તલાશી શરૂ કરી અને યુવતી મળી આવી હતી. આ અંગેનો કેસ સિટી કોતવાલી સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓની વિરૂધ્ધ નોંધવામાં આવ્યો છે તેમણે પોલીસે ફરાર આરોપીઓની તલાશી શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તાકિદે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
બીજીબાજુ મુખ્ય વિરોધ પક્ષ ભાજપે રાજય સરકાર પર અપરાધ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતાએ કહ્યું કે રાજયમાં મહિલાઓ સુરક્ષિત નથી. ભાજપના શાસનમાં મહિલાઓ મોડી રાત સુધી બહાર ફરતી હતી હવે અપરાધીઓને પોલીસનો કોઇ ભય રહ્યો નથી.HS