Western Times News

Gujarati News

આદેશનું પાલન નહીં કરવા બદલ HDFC બેન્કને RBIનો રૂ. એક કરોડનો દંડ

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે તેમના આદેશનું પાલન નહીં કરવા બદલ એચડીએફસી બેન્કને  તેમની પર શા માટે દંડ લાદવામાં ના આવે તે માટે કારણ બતાવ નોટીસ મોકલી હતી.’ એવું જોવા મળ્યું હતું કે આ કરન્ટ ખાતા દ્વારા કરાયેલા નાણાકીય વ્યવહાર  ગ્રાહકે જાહેર કરેલી તેમની આવક  અને પ્રોફાઇલ કરતાં વધુની  હતી.’ એવું જોવામાં આવ્યું હતું કે આ ખાતા દ્વારા કરાયેવા નાણાકીય વ્યવહાર અને ગ્રાહકની જાહેર કરેલી આવક, સંપત્તિ અને ગ્રાહકની પ્રોફાઇલથી મેચ કરતી નથી’એમ નોટીસમાં કહેવામા આવ્યું હતું. ‘તમારા ગ્રાહકને ઓળખો’ નિયમનો પાલન નહીં કરવા બદલ રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્ક પર રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો હતો’એમ મધ્યસ્થ બેન્કે કહ્યું હતું.

રિઝર્વ બેન્કે આજે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે  વર્ષ 2016-17માં  બેન્કના સુપરવિઝનમાં જાણવા મળ્યું હતું કે ઇનિશિયલ પબ્લીક ઓફર માટે બિડીંગ કરવા ગ્રાહકો દ્વારા ખોલવામાં આવેલા 39 કરન્ટ  ખાતા સબંધીત  એચડીએફસી બેન્કે  આદેશનું પાલન કરાયું નહતું’. ‘એવું જાણવા મળ્યું હતું કે આ ખાતાઓ મારફતે કરાયેલા વ્યવહાર ગ્રાહકની આવક અને તેમની પ્રોફાઇલ કરતાં અલગ જ હતા’એમ નોટીસમાં કહેવામાં આવ્યું હતું.

આરબીઆઇએ બેન્કને નોટીસ મોકલી તેમના આદેશનું પાલન નહીં કરવા બદલ શા માટે તેમના પર દંડ લાદવો ના જોઇએ, તેનો ખુલાસો કરે અને કારણ દર્શાવે. બેન્ક તરફથી મળેલા જવાબ અને  અંગત સુનાવણીમાં મૌખીક રજૂઆતને ધ્યાનમાં લીધા પછી આરબીઆઇ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે તમારી પર નાણાકીય દંડ અનિવાર્ય છે. નોટીસમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે તમારી સામે જે પગલાં ભરાય છે તે માત્ર આદેશનું પાલન નહીં કરવા બદલ જ લેવાયા છે અને અમારો ઇરાદો બેન્ક અને તેના ગ્રાહકો વચ્ચે થયેલા કરાર અથવા નાણાકીય વ્યવહારની માન્યતાને રદ કરવાનો નહતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.