આદ્રા નક્ષત્રમાં વાવણી કરવા ખેડૂતોને સલાહઃ અંબાલાલ પટેલ
ગાંધીનગર , ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. આજે બપોર બાદ ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે, જ્યારે ગરમીના ઉકળાટ વચ્ચે સાંજના સમયે કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. જિલ્લાના ગીર દેવળી, સિધાજ, વડનગર, દેવલપુર, છાછર અને ઘાંટવડમાં વરસાદ થયો છે. જેને લઇ ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.
સાબરકાંઠાના વિજયનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, વિજયનગરના બાલેટા, કોડિયાવાડા અને ચિઠોડામાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. રાત્રિ દરમિયાન દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદીમાં નવા નીરનું આગમન થયુ છે. રાજસ્થાન-વિજયનગરમાં સારા વરસાદથી નદીમાં નવા નીરના વધામણા થયા છે. નદીના નવા નીર ચુનાખણ,ઉબસલ સુધી પહોંચ્યા છે.
નવા નીરના આગમન થતા ભિલોડા મામલતદારે તંત્રને સાવચેત રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ ૨૪થી ૨૬ જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’
બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જાે કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જાેવી પડશે. ૨૪ જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં ૪૨ મિમી અને વિરમગામમાં ૨૩ મિમીથી વધુ વરસાદ વરસ્યો.
મહત્વનું છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે.SS3KP