Western Times News

Gujarati News

આધારકાર્ડમાં ઘણી ખામીઓ છે ! સરકારી એજન્સીએ અહેવાલમાં કબુલ્યું

પ્રતિકાત્મક

‘કેગ’ના અહેવાલમાં અંગુલી નિર્દેશઃ આવાસના પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ નથી મંગાતા

નવીદિલ્હી, કેગના એક અહેવાલમાં આધારકાર્ડ જારી કરવાની વ્યવસ્થામાં ખામીઓ બતાવાઈ છે. કેગ દ્વારા ઈન્ડીયન યુનીક આઈડેન્ટીટી ઓથોરીટી યુઆઈડીએસઆઈના (UIDAI) પ્રથમ ઓડીટ અહેવાલમાં તેની ડુપ્લીકેશન પ્રક્રિયામાં સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે.  The first performance review by the country’s independent auditor of #UIDAI lists a series of what it described as deficiencies, including some that it said carried privacy risks for residents.

અહેવાલમાં પાંચ વર્ષની નાની વયનાં બાળકોનેતેમા માતા-પિતા દ્વારા અપાતી જાણકારીના આધારે આધારકાર્ડ જારી કરવામાં પણ ત્રુટીઓ બતાવાઈ છે. આવી પ્રક્રિયાને આધાર અધિનિયમના મુળ સિદ્ધાંત વિરોધી પગલું ગણાવાયું છે. આવાસનાં પ્રમાણ રૂપે કોઈ દસ્તાવેજ નથી એ પણ ખામી ગણાવાઈ છે.

ભારતમાં આધાર નંબર માત્ર એ લોકોને જારી કરાય છે, જે અરજીની તારીખથી ૧૮ર દિવસ અથવા ૧ર મહીના કરતાં વધુ સમય દેશમાં રહયા છે. કેગનો અહેવાલ નોંધે છે કે, આવાસના પુરાવા માટે દસ્તાવેજમાં સેલ્ફ ડેકલેરેશન એટલે કે, આધારકાર્ડ મેળવનારે જાતે પ્રમાણીત કરી આપવું જાેઈએ. આધારકાર્ડની અરજી કરનારાના દાવાઓની તપાસ માટે કોઈ પ્રણાલી નથી.

આમ કોઈ જ આશ્વાસન નથી અપાયું કે, આધાર અધિનિયમમાં પરીભાષીત કરાયા મુજબ, તમામ આધારકાર્ડ ધારક ભારતના જ નિવાસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.