Western Times News

Gujarati News

આધારકાર્ડમાં પણ ગોટાળા ! એક જ નંબરના બે આધારકાર્ડ ઈશ્યુ

પ્રતિકાત્મક

હળવદના નવા ધનાળા ગામે બે વ્યક્તિના એક જ આઈડી નંબરથી બન્યા આધારકાર્ડ

હળવદ, કેન્દ્ર અને રાજય સરકારની જુદી જુદી યોજના અને અન્ય સરકારી કામ માટે ફરજીયાત બનેલા આધારકાર્ડમાં પણ હવે ગરબડ ગોટાળા બહાર આવવા લાગ્યા છે સામાન્ય રીતે કોઈપણ નાગરિકને ઈશ્યુ થતા આધારકાર્ડમાં એક યુનિક આઈડેન્ટિટી નંબર આપવામાં આવે છે, પરંતુ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે બે વ્યક્તિને એક જ આઈડેન્ટિટી નંબરથી આધારકાર્ડ ઈશ્યુ થતા આશ્ચર્ય સર્જાયુ છે.

હળવદ તાલુકાના નવા ધનાળા ગામે રહેતા અક્ષયભાઈ બળદેવભાઈ પરમાર અને મનિષકુમાર નંદલાલભાઈ તારબુંદીયા નામના નાગરિકોએ જરૂરી પુરાવા સાથે આધારકાર્ડ કઢાવવા અરજી કર્યા બાદ બન્ને નાગરિકોને ૫૩૬૯૯ ૩૦૬૫૫૨૭ યુનિક આઈડેન્ટિટી નંબર સાથે આધારકાર્ડ આપવામાં આવ્યા છે.

બીજી તરફ નવા ધનાળા ગામે બે નાગરિકોના આધાર કાર્ડમાં એક નંબરના કાર્ડ આવતા હાલ મુંઝવણમાં મુકાયા છે. યુનિક આઈડેન્ટી ફિકેશન સિસ્ટમ ખુબ જ મજબુત હોવા છતાં બે અલગ-અલગ વ્યક્તિને એક જ નંબરથી કેવી રીતે કાર્ડ ઈશ્યુ થયા હશે અને આ ભુલ કે ક્ષતિ માટે કોણ જવાબદાર જેવા ગંભીર સવાલો ઉઠયા છે. જાેકે, હાલ તો સરકારી તંત્રની ભૂલના કારણે નાગરિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.