Western Times News

Gujarati News

આધાર કાર્ડનો દુરુપયોગ પડશે ભારે,૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે

નવીદિલ્હી, ભારત સરકારે હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે ૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા આપી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ બાદ સરકારે આ નિયમોને જાહેર કર્યા છે. આ અંતર્ગત UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓની નિમણૂક કરી શકે છે.

સાથે જ ગુનેગારોને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. ૨ નવેમ્બરના રોજ, સરકારે UIDAI (એડિક્શન ઑફ ફાઇન) નિયમો, ૨૦૨૧ ની સૂચના બહાર પાડી.

આ હેઠળ, UIDAIએક્ટ અથવા UIDAIની સૂચનાઓનું પાલન ન કરવાના કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે. UIDAI દ્વારા નિયુક્ત અધિકારીઓ આવા કેસોનો ર્નિણય કરશે અને આવી સંસ્થાઓ પર ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. ટેલિકોમ ડિસ્પ્યુટ્‌સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલ આ ર્નિણયો સામે અપીલ કરી શકે છે.

સરકાર આધાર અને અન્ય કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૧૯ લાવી હતી જેથી UIDAI પાસે પગલાં લેવાની સત્તા હોય. હાલના આધાર કાયદા હેઠળ, UIDAI પાસે આધાર કાર્ડનો દુરુપયોગ કરતી સંસ્થાઓ સામે પગલાં લેવાની સત્તા નથી. વર્ષ ૨૦૧૯માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, ‘ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે.’ આ પછી નાગરિક દંડની જાેગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું.

૨ નવેમ્બરે અધિસૂચિત કરાયેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ર્નિણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવના રેન્કથી નીચેનો ન હોવો જાેઈએ. તેની પાસે ૧૦ વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ હોવો જાેઈએ. ઉપરાંત, તેને કાયદાના કોઈપણ વિષયમાં વહીવટી અથવા તકનીકી જ્ઞાન હોવુ જાેઇએ. ઉપરાંત, તેની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.