આધુનિક જમાનાની યુદ્ધભૂમિની જરૂરિયાતો પડકારજનક અને વૈવિધ્યપૂર્ણઃ એમ.એમ.નરવણે
જનરલ એમ. એમ. નરવણેએ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અમદાવાદ ડીઝાઇન વીકની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
(પ્રતિનિધિ)ગાંધીનગર, ડીઝાઇનના આ ત્રણ દિવસીય મહાસંગમ, ADW ૩.૦ની થીમ ‘ડીઝાઇન એન્ડ ઇનોવેશન ઇન ડીફેન્સ એન્ડ એરોસ્પેસ છે’, વિચારશીલ અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ, સંરક્ષણ ક્ષેત્રના રોકાણકારો અને ડીઝાઇનના ક્ષેત્રના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો
અમદાવાદ, ભારતીય સેનાના ચીફ ઑફ આર્મી સ્ટાફ માનનીય જનરલ એમ. એમ. નરવણેએ ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલ કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત આઇડિયા અને આંતરસૂઝના મહાકુંભ અમદાવાદ ડીઝાઇન વીકની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.
કર્ણાવતી યુનિવર્સિટી રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રત્યે સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે. ‘ડીઝાઇન એન્ડ ઇનોવેશન ઇન ડીફેન્સ એન્ડ એરોસ્પેસ, જે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો વિષય છે.
પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં કર્ણાવતી યુનિવર્સિટીના અધ્યક્ષ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટી એ એક ડીઝાઇન કેન્દ્રીત યુનિવર્સિટી છે તથા અમારો હેતુ ડીઝાઇન અને નવીનીકરણ મારફતે ‘મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ્યને સમર્થન પૂરું પાડવાનો અને તેમાં ઝડપ લાવવાનો છે.’
પોતાના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન જનરલ એમ. એમ. નરવણેએ ડીઝાઇન અંગે વાત કરી હતી, જે છે – ડીસ્કવર, ડીફાઇન, ડેવલપ અને ડીલિવર. ડીઝાઇન અને સંરક્ષણ ક્ષેત્રમાં તેના ઉપયોગોના મહત્ત્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતીય સેનાએ તાજેતરમાં જ ભવિષ્ય માટે સજ્જ રહેનારા યુદ્ધ વાહનો સંબંધિત એક કાર્યક્રમ શરૂ કર્યો છે.
તે બંને હાલમાં વિભાવનાના સ્તરે છે અને અમે તેના માટે આઇડિયાને આવકારીએ છીએ. હાલમાં જે પ્રકારે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, તે જાેતાં એરોસ્પેસ અને સંરક્ષણનું ભવિષ્ય ઇલેક્ટ્રિક છે. આપણે જેમ-જેમ આગળ વધતાં જઇશું તેમ-તેમ વધુને વધુ ઇલેક્ટ્રિક આધારિત ઉપકરણો આવતાં જશે, જે અશ્મિભૂત ઇંધણો પર આધારિત નહીં હોય.
મિનિયેચરાઇઝેશનના ક્ષેત્રમાં ઘણું બધું કામ થઈ શકે તેમ છે. આપણને મોટા પ્લેટફૉર્મ પરવડે તેવા નથી. આપણા જહાજાે અને એરક્રાફ્ટનું કદ નાનું હોવી જાેઇએ.’ જનરલ નરવણેએ આગળ જણાવ્યું હતું કે, ‘આજે તમે કોઈ ચીજની ડીઝાઇન કરી રહ્યાં હો તો તમારે આજથી ૫૦ વર્ષ પછી તેની સ્થિતિ શું હશે તે ધ્યાનમાં રાખવી જરૂરી છે.
આધુનિક જમાનની યુદ્ધભૂમિની જરૂરિયાતો પડકારજનક અને વૈવિધ્યપૂર્ણ છે. એક એવી સિસ્ટમની રચના કરવી કે જેમાં બધું જ ફિટ થઈ શકે તે ખૂબ જ પડકારજનક છે. ડીઝાઇનિંગ કરતી વખતે તમારે આ મહત્ત્વના, આવશ્યક અને ઇચ્છનિય પાસાંઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
જાે આ પાસાંઓ ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે ઘણું સારું કરી શકીશું. ઉદાહરણ તરીકે, તમામ પ્રદેશોમાં સારી રીતે ચાલી શકે તેવું વાહન અથવા તો એવી ટેકનોલોજી વિકસાવવી કે જે દુર્ગમ વિસ્તારોમાં પણ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવી શકે.