આધુનીક ટેકનોલોજીથી સજ્જ ખોરાક અને ઔષધ નિયમનની કચેરીનું લોકાર્પણ
મદદનીશ કમિશનરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ઝોન-1, અમદાવાદની નવનિર્મિત કચેરીનું અધિક મુખ્ય સચિવશ્રી(આરોગ્ય)ના હસ્તે લોકાર્પણ
મદદનીશ કમિશનરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ ઝોન-૧ની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની કમિશનરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,
ગુજરાતના તાબા હેઠળની મદદનીશ કમિશનરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ ઝોન-૧ની નવનિર્મીત કચેરીનું ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય), શ્રી મનોજ અગ્રવાલના હસ્તે તા.૨૮/૦૧/૨૦૨૩, શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્યના કમિશનર ડૉ.એચ.જી.કોશિયા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યએ પણ ઉપસ્થિત રહી નવનિર્મીત કચેરીના તમામ સ્ટાફને તેમજ જાહેર જનતાને શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે તંત્રના અધિકારી/કર્મચારીગણ, કેમિસ્ટ એસોસીયેશનના સભ્યો, IDMAના પ્રમુખ તેમજ સભ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
ઉલ્લેખનીય છે કે આ કચેરી પહેલાં ઓ-૪, ન્યુ મેન્ટલ કંમ્પાઉન્ડ,મેઘાણીનગર, અમદાવાદ ખાતે કાર્યરત હતી. જે કચેરીને સરકારશ્રી દ્વારા અસારવા બહુમાળી ભવન, ચોથો માળ, ઇ- બ્લોક, ગીરધરનગર બ્રીજ પાસે, અમદાવાદ ખાતે જગ્યા ફાળવી આધુનીક ટેકનોલોજીથી સજ્જ કરી નવનિર્માણ કરી કાર્યરત કરવામાં આવી છે.
જેથી શ્રી એ.એ.રાદડીયા, મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ ઝોન-૧ એ ખોરાક અને ઔષધના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓ તેમજ જાહેર જનતાને હવેથી સરકારી કામકાજ અર્થે કચેરીનો આ નવી જગ્યાએ સંપર્ક કરવા અપીલ કરી છે.