આનંદનગરમાંથી તસ્કરો કારના કાચ તોડી લોડેડ મેગેઝીન સહીતનો મુદ્દામાલ ચોરી ગયા
ગંભીર ગુનો બને એ અગાઉ આરોપીને પકડવા પોલીસ સક્રીય |
અમદાવાદ : શહેરમાં ગાડીના કાચ તોડીને નાગરીકોની કિમતી મતા ચોરી જવાની ઘટનાઓ સતત વધી રહી છે પાર્ક કેટલી કારના કાચ ગણતરીની મિનિટોમાં જ તોડી લેપટોપ મોબાઈલ પર્સ જેવી વસ્તુઓની ઉઠાંતરી કરતી કેટલીક ગેંગ હાલમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં સક્રીય છે આવી જ એક ગેંગને સોલા તથા વસ્ત્રાપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી કરીને બે દિવસ પહેલા જ જબ્બે કરવામાં આવી છે.
ગેંગના બંને સભ્યો પૈકી એક ગાડી ચાલુ રાખી તૈયાર રહેતો જ્યારે અન્ય ગિલ્લો વડે કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપતો હોત આ બંનેને વડોદરાની ઝડપી પોલીસ મોટા મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જા કે આ ગેંગને ઝડપાયાને હજુ ગણતરીનાં જ દિવસો થયાં છે ત્યા જ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં વિસ્તારમા પાર્ક કરેલી એક કારના કાચ તોડી લેપટોપ મોબાઈલ ફોન ઉપરાંત એક ફુલ્લી લોડેડ વિદેશી પિસ્તોલની મેગેઝીનની ચોરી કરવામાં આવતા સનસનાટી મચી છે.
પોલીસને આ ઘટનાની ફરીયાદ મળતા કોઈ ગંભીર ગુનાને અંજામ આપાવમા આવે એ અગાઉ જ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આનંદનગર જીવરાજ બ્રીજ પાસે આવેલા આલોક એપાર્ટમેન્ટમાં રહેતા અમરભાઈ દેસાઈ મુળ નડીયાદના વતની છે અને જમીન મકાનની લે વેચનો ધંધો કરે છે.
પોતાની સુરક્ષા માટે અમરભાઈ એક લાયસન્સવાળી અમેરીકન પિસ્તોલ રાખે છે જેના બે મેગેઝીન તે રાખે છે હમેશા લોર્ડડ પિસ્તોલ રાખતા અમરભાઈ પોતાનું બીજી કારતુસ ભરેલુ મેગેઝીન લેપટોપ બેગમા મુકી રાખે છે મગળવારે સવારે અમદાવાદ ખાતે આવી પોતાનુ કાર્ય પૂર્ણ કર્યા બાદ તે સાંજે ઉધી ગયા હતા લેપટોપ બેગ જેમા લેપટોપ આઈફોન અન્ય વસ્તુઓ ઉપરાંત લોડેડ મેગેઝીન પણ હતી તે કારમા જ રાખી મુકી હતી.
તેઓ ઘરેથી કોઈ કામસર બહાર નીકળ્યા ત્યારે કારમાંથી લેપટોપ બેગ ગાયબ હતી જેથી આસપાસમાં શોધખોળ કર્યા બાદ છેવટે બેગ ન મળી આવતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોધાવી છે. ઘટના સાંભળતા જ પોલીસ પણ ચોકી ઉઠી છે અને પોતાના બાતમીદારોને સાવધ કર્યા છે ઉપરાત બનાવના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ચોરની ઓળખ હાથ ધરી છે.
જ્યારે પોલીસની એક ટીમ આસપાસના રહીશોનુ પણ નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. કોઈ ગંભીર ઘટના બને એ પહેલા જ પોલીસે લોડેડ મેગેઝીન તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરવા સક્રીય થયા છે. અત્રે નોધનીય છે કે અમદાવાદ શહેરમાં કેટલાંક સમયથી ગોળીબારની ઘટનાઓ સતત સામે આવી રહી છે ઉપરાંત દેશી તમંચા કારતુસ ઉપરાંત અન્ય હિંસક હથિયારોનું વેચા પણ ખાસ્સુ વધ્યુ છે જેથી આ મુદ્દામાલ પરત મળી જાય એ માટે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.