આનંદનગરમાં ૧૬ લાખનાં મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓની અટક
ક્રિષ્ણાનગર, રામોલ, સરખેજમાં પણ જુગારધામ પર દરોડાઃ લાખોનાં મુદ્દામાલ જપ્ત |
(પ્રતિનિધિ) અમદાવાદ : એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે અને જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં જ છે ત્યારે શહેરભરના જુગારીઓ પણ સક્રીય થઈ ગયા છે અને ફલેટ તથા ગોડાઉન ઉપરાંત અન્ય સ્થળોએ છુપી રીતે જુગારના અડ્ડા પર જુગાર રમવાનું ચાલુ છે પરંતુ શહેર પોલીસ પણ આવા તત્ત્વો ઉપર નજર રાખી રહી છે આ પરિસ્થિતિમાં પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગઈકાલે પ૦થી વધુ જુગારીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે સૌથી મોટું જુગારધામ આનંદનગર પોલીસે ઝડપી પાડયુ છે જયાંથી ૧૬ લાખથી વધુની મત્તા પકડાઈ છે. ઉપરાંત ક્રિષ્ણાનગર, રામોલ, સરખેજ પોલીસે પણ જુગારધામો ઉપર રેઈડ કરી હતી.
સેટેલાઈટ, આનંદનગર ચાર રસ્તા પાસે આવેલા પોશ બિલ્ડીંગ દેવ ઓરમના એ/પ૦૮ નંબરના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે આનંદનગર પોલીસે દરોડો પાડતાં જુગારધામ ચલાવતા અમીત માંડલ ઉપરાંત દસ સહીત કુલ ૧૧ જુગારીઓ પકડાયા હતા રાત્રે સવા નવના સુમારે દરોડો પાડતાં આસપાસના રહીશો પણ ટોળે વળ્યા હતા ઘટના સ્થળ પરથી વાહનો, રોકડ, મોબાઈલ ફોન સહીત કુલ ૧૬ લાખથી વધુની મત્તા જપ્ત કર્યા બાદ પોલીસે તમામ ૧૧ વિરુધ્ધ કાર્યવાહી આદરી છે.
ક્રિષ્ણાનગર પોલીસે ગઈકાલે સાંજે ૬ વાગ્યાના સુમારે કૃષ્ણા ટાવરના સોસાયટીમાં દરોડો પાડીને સાત જુગારીઓને એક લાખથી વધુની મત્તા સાથે ઝડપી લીધા હતા જેમાં મુખ્ય સુત્રધાર તરીકે કૃષ્ણાલનું નામ બહાર આવ્યું છે. રામોલમાં આવેલી માતૃભÂક્ત સોસાયટી, રેવાભાઈ એસ્ટેટ નજીક ઝોન ૮ સ્કવોડની ટીમે રેઈડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી જાકે તમામ નવ અરોપીને ઝડપી લેવાયા હતા પોલીસે નેવું હજારની મત્તા ઘટના સ્થળેથી જપ્ત કરી છે.
સરખેજ વિસ્તારમં પણ કાર્યવાહી કરતા પોલીસે નવી ફતેવાડી તલાવડી શકિતનગરના છાપરામાં જુગારધામ ચલાવતા બીપીન ખંડવીને ઝડપી લીધો હતો ઉપરાંત નવ જુગારીઓની પણ અટક કરીને ૩૦ હજારથ ીવધુનો મુદ્દામાલ જપ્ત કર્ય્ છે. ગઈકાલે સમગ્ર અમદાવાદમાં જુગારધામો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.