આપણા રોજિંદા જીવનમાં પરિવારના એક સભ્ય તરીકે ટીવી કેવી રીતે પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે
ZEELએ #TVIsFamily અભિયાનની બીજી એડિશન પ્રસ્તુત કરીને વર્લ્ડ ટીવી ડેની ઉજવણી કરી
મુંબઈ, ભારતનું અગ્રણી મીડિયા અને મનોરંજન પાવરહાઉસ ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (ZEEL)એ વર્લ્ડ ટેલીવિઝન ડેની ઉજવણી કરવા એના સફળ #TVIsFamily અભિયાનની બીજી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે કંપનીએ ટેલીવિઝન સેટની જેમ અન્ય સંચાર માધ્યમો – રેડિયો, મોબાઇલ, લેપ્ટોપ, સિનેમા વગેરે પ્રસ્તુત કરીને #TVIsFamily અભિયાનને રસપ્રદ વળાંક આપ્યો છે, જેમાં ટેલીવિઝનના વિશેષ દિવસ પર આ ગેજેટ્સ વચ્ચેના રૂપાંતરણની રૂપરેખા રજૂ કરી છે.
ગત આખું વર્ષ પ્રસારિત થયેલા આ પ્રથમ પ્રકારના અભિયાનનને આગળ વધારવાનો ઉદ્દેશ ટેલીવિઝનના મહત્તા રજૂ કરવાનો અને દરેક પરિવારમાં એની સર્વવ્યાપક ભૂમિકા પર પ્રકાશ ફેંકવાનો છે –જે પરિવારના નાનાં-મોટાં દરેક પ્રસંગનું, દરેક પ્રકારની સ્થિતિસંજોગોનું, સારાંનરસાં સંજોગોમાં સાથી છે. અભિયાનમાં યુઝરના જીવનમાં અન્ય ગેજેટનો ઉપયોગ વધી રહ્યો હોવાની વાતનો એકરાર કરી ભારપૂર્વક જણાવવામા આવ્યું છે કે, આ તમામ ગેજેટ વચ્ચે પણ આજે પણ દેશમાં 765 મિલિયન લોકો દર અઠવાડિયે 903 અબજ મિનિટ ટીવી જુએ છે.
આ અભિયાન વિશે ઝી એન્ટરટેઇન્મેન્ટ લિમિટેડના કન્ટેન્ટ બિઝનેસના ચીફ માર્કેટિંગ ઓફિસર કાર્તિક મહાદેવે કહ્યું હતું કે, “ટીવી 200 મિલિયન ઘરોમાં પહોંચેલું સૌથી વિશ્વસનિય સાથીદાર છે, જે દાયકાઓથી લોકોને દેશદુનિયા સાથે જોડે છે અને મનોરંજન પ્રદાન કરે છે. અમને ચાલુ વર્ષે #TVIsFamily અભિયાનની વધુ એક એડિશન શરૂ કરવાની ખુશી છે,
જેમાં અમે દર્શકો ટેલીવિઝન સાથે લાગણીભર્યો સંબંધ ધરાવે છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ગયા વર્ષે એડવર્ટાઇઝમેન્ટને દર્શકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેઓ ટેલીવિઝન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ટેલીવિઝનની પ્રસ્તુતિએ આંતરરાષ્ટ્રીય મનોરંજન ઉદ્યોગમાં ખરાં અર્થમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે
અને લોકોની વિચારસરણીને વધારે આધુનિક બનાવી છે. દાયકાઓથી ટેલીવિઝને રચનાકારો, કલાકારો અને અન્યોને તેમની કળાને સમગ્ર દુનિયામાં દરેક ઘર સુધી પહોંચવા વિશાળ મંચ પ્રદાન કર્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મનોરંજન અને માહિતીના વિવિધ માધ્યમોનો વિકાસ થવાની સાથે અમે એ પ્રસ્તુત કરવા ઇચ્છતાં હતાં કે, ટેલીવિઝન હંમેશા નવી પેઢીના દર્શકો સાથે ગાઢ સંબંધ સ્થાપિત કરશે.”
કોવિડ-19 મહામારીના પરિણામે માર્ચ, 2020માં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને પરિણામે લોકો તેમના ઘરમાં મજબૂર થવાથી ટેલીવિઝન સાથે દર્શકોના લાગણીભર્યા જોડાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે ઓટીટી કંપનીઓ મનોરંજન ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છે તથા હાલ અનિશ્ચિતતા અને ચડઉતરનો ગાળો છે,
ત્યારે ભારતીયો માટે ટેલીવિઝન કન્ટેન્ટના ઉપભોગ માટે સૌથી પસંદગીનાં માધ્યમ તરીકે જળવાઈ રહ્યું છે. આ અભિયાન ખરાં અર્થમાં પરિવારોને મનોરંજન આપવા ટેલીવિઝનના જુસ્સાને સલામ કરે છે, જેણે આ મુશ્કેલ સમયગાળામાં પરિવારના સભ્યોને મનોરંજન અને માહિતી પૂરી પાડીને એક સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરી છે.
#TVIsFamily અભિયાનનો ઉદ્દેશ એને ફેમિલીના પોર્ટ્રેટ પિક્ચરમાં ટેલીવિઝનને સ્થાન આપીને એની કોઈ પણ પરિવારના અભિન્ન અંગ તરીકેની ભૂમિકાને માન્યતા પ્રદાન કરવાનો છે. એને અનુરૂપ ZEELએ એની સોશિયલ મીડિયા ચેનલ્સ પર સૌથી મોટી ડિજિટલ વોલ પૈકીની એક બનાવી છે,
જેમાં વિવિધ પરિવારોએ ટેલીવિઝનને તેમના જીવનનું અભિન્ન અંગ ગણાવીને માન્યતા આપતા હોય એવા પિક્ચર શેર કર્યા છે. આ અભિયાનમાં દર્શકો પાસેથી ભાગીદારી મળવા ઉપરાંત ડિજિટલ વોલમાં ઝીના સૌથી વધુ લોકપ્રિય શોની સ્ટાર કાસ્ટ પણ સામેલ છે.
ઝી ટીવીની કુમકુમ ભાગ્ય અને ઝી બાંગ્લાની હરુતાથી લઈને ઝી કેરલમની નીયુમ ન્જાનુમ અને ઝી તેલુગુની રાવડી ગરી પેલ્લામમાંથી વિવિધ પ્રાઇમ ટાઇમ શોના પાત્રો સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવ્યાં છે, જેમણે ટેલીવિઝન ફેમિલી પોર્ટ્રેટ માટે પોઝ આપીને નાનાં પડદાની આપણા બધાના જીવનમાં ભૂમિકાને બિરદાવી છે.
ZEELએ કોમિક સ્ટ્રિપ ફોર્મેટમાં મોબાઇ, લેપ્ટોપ, ટેલીવિઝન, સિનેમા, રેડિયો વગેરે જેવી અન્ય સ્ક્રીનને બિરદાવીને 19 નવેમ્બરના રોજ એક પ્રેરક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં દરેક ગેજેટને વિશિષ્ટ ઓળખ આપવામાં આવી છે અને ગેજેટ તેમની સ્પર્ધાત્મકતા વિશે જણાવે છે
અને લોકોને મનોરંજન પૂરી પાડવામાં તેમની ભૂમિકા વચ્ચે પણ ટેલીવિઝનની ભૂમિકા નિર્વિવાદ પણ નંબર 1 હોવાનું બયાન કરે છે. લોકો સુધી સંકલિત રીતે પહોંચવાની વ્યૂહરચનાને અનુસરીને અભિયાનમાં સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું છે કે, ટેલીવિઝન એક વૈકલ્પિક દુનિયામાં ડોકિયું કરવાની બારી છે, જે દર્શકોને દેશદુનિયા વિશે જણાવે છે, જ્યાં કલ્પનાઓ હરણફાળ ભરે છે.