Western Times News

Gujarati News

આપણી સરકાર સીમા પર તૈયાર છે : સંસદમાં રાજનાથસિંહ

નવીદિલ્હી: લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એપ્રિલ મહીનાથી જારી ભારત ચીનની વચ્ચે ગતિરોધ પર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે લોકસભામાં જવાબ આપ્યો હતો રાજનાથ સિંહે કહ્યું કે આપણા જવાનોના હોંસલા પુરી રીતે બુલંદ છે અને આપણે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. રક્ષા મંત્રીએ કહ્યું કે ચીને સીમા પર દારૂગોળા એકત્રિત કર્યો છે.પરંતુ આપણી સેના પણ તૈયાર છે આપણા જવાન દેશવાસીઓની સુરક્ષા કરી રહ્યાં છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે કોઇને પણ આપણી સીમાની સુરક્ષા પ્રત્યે આપણા દ્‌ઢ નિશ્ચિયની બાબતમાં શંકા હોવી જાેઇએ નહીં ભારત માને છે કે પડોસીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે પરસ્પર સમ્માન અને પરસ્પર સંવેદનશીલતા જરૂરી છે.

 

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

તેમણે કહ્યું કે એપ્રિલ મહીનાથી ઇસ્ટર્ન લદ્દાખની સીમા પર ચીનની સેનાઓની સંખ્યા તથા તેના દારૂગોળામાં વધારો જાેવા મળ્યો મે મહીનાની શરૂઆતમાં ચીને ગલવાન ઘાટી વિસ્તારમાં આપણી સેનાની પેટ્રોલિંગમાં વ્યવસ્થા શરૂ કરવામાં આવી જેને કારણે બંન્ને પક્ષોની આમને સામને આવવાની સ્થિતિ ઉભી થઇ ચીન દ્વારા મે મહીનાની મધ્યમાં પશ્ચિમી લદ્દાખના અનેક વિસ્તારમાં ધુષણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આપણે ચીનથી કુટનીતિક અને સૈન્ય વાતચીત દ્વારા સ્પષ્ટ કર્યું કે આ એકતરફી સીમાને બદલવાનો પ્રયાસ છે અને અમને આ મંજુર નથી

તેમણે કહ્યું કે હું ગૃહને વિનંતી કરૂ છું કે આપણા દિલેરોની વીરતા અને બહાદુરીની ભૂરિ ભરિ પ્રશંસા કરવામાં મારો સાથ આપો.આપણા બહાદુર જવાન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના અથક પ્રયાસથી સમસ્ત દેશવાસીઓને સુરક્ષિત રાખીરહ્યાં છે આ પુરી મુદ્‌ત દરમિયાન આપણા જવાનોમાં જયાં સંયમની જરૂરત હતી ત્યાં સંયમ રાખ્યો જયાં શૌર્યની જરૂરત હતી ત્યાં શૌર્ય બતાવું.

રક્ષા મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે એલએસી પર ગતિરોધ વધતો જાેઇ બંન્ને તરફથી સૈન્ય કમાંડરોની ૬ જુન ૨૦૨૦ના રોજ બેઠક કરવામાં આવી એ વાત પર સહમતિ બની કે ડિસ એંગેજમેંટ કરવામાં આવે બંન્ને પક્ષ એ વાત પર પણ સહમત થયા કે એલએસીને માનવામાં આવશે તથા કોઇ એવી કાર્યવાહી નહીં કરવામાં આવે જેથી યથાસ્થિતિમાં કોઇ પરિવર્તન આવે રાજનાથસિંહે કહ્યું કે ૧૫ જુને ચીની સેનાએ ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ કરી આપણા બહાદુર સેનાના જવાનોએ પોતાના જીવના બલિદાન આપ્યા અને ચીની સેનાના જવાનોને પણ ખુબ નુકસાન પહોંચાડયું

સંસદમાં રાજનાથસિંહે કહ્યું કે બંન્ને પક્ષોને એલએસીનું સમ્માન અને કડકાઇથી પાલન કરવું જાેઇએ કોઇ પણ પક્ષને પોતાની તરફથી યથાસ્થિતિનો ભંગ કરવાનો પ્રયાસ કરવા જાેઇએ નહીં. આ ઉપરાંત બંન્ને દેશોની વચ્ચે તમામ સમજૂતિનું પાલન કરવું જાેઇએ સરકારે ગત કેટલાક અઠવાડીયામાં સીમા પર ઇફ્રાસ્ટ્‌કચરને મહત્વ આપ્યું છે.

રાજનાથસિંહે કહ્યું કે સીમા પર ભારતીય જવાન પુરી રીતે સતર્કતાની સાથે તૈયાર છે રાજનાથે ચીનને વાતચીતનો પ્રસ્તાવ આપતા કહ્યું કે જાે ડ્રેગન સીમા પર કોઇ હરકત કરશે તો આપણા જવાનો તેને યોગ્ય જવાબ પણ આપશે રાજનાથે કહ્યું કે સેના માટે વિશેષ અસ્ત્ર શસ્ત્ર અને દારૂગોળાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તેમના રહેવાની તમામ સારી સુવિધા આપવામાં આવી છે તેમણે કહ્યું કે લદ્દાખમાં આપણે એક પડકારના દૌરથી પસાર થઇ રહ્યાં છીએ આ સમય છે આ ગૃહ પોતાના જવાનોની વીરતાનો અહેસાસ બતાવતા તેમને સંદેશ મોકલે કે સમગ્ર ગૃહ તેમની સાથે ઉભું છે તેમણે કહ્યું કે સૈન્ય દળ અને આઇટીબીપીની તાકિદે તહેનાતી કરવામાં આવી છે સરકારે સીમાના વિકાસને પ્રાથમિકતા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.