‘આપણી સલામતી-આપણા હાથમાં’ સુત્રને સાર્થક કરતો સમાજ
વેક્સિનના બંન્ને ડોઝના સર્ટીફિકેટની ઠેર ઠેર પૃચ્છાઃ એવરેજ ૧૦માંથી ૬ થી ૭ નાગરીકો વેક્સિનેટેડનો અંદાજ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની વેક્સિનના બે ડોઝની કામગીરી ખુબ જ સફળતાપૂર્વક પૂર્ણ થવા તરફ જઈ રહી છે એવુૃ કહીએ તો ખોટુ નથી. તમાંય યુવાનોમાં બંન્ને ડોઝ લઈને અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયુ છે. કોલેજાેમાં વિદ્યાર્થીઓએ મોટેભાગે એક યા બીજાે ડોઝ લઈ લીધો છે.
જે વિદ્યાર્થીઓની સમય અવધિ પૂરી થાય તેઓ બીજાે ડોઝ પણ લઈ લેશે. પણ એક હકીકત એ છે કે કોરોનાને લઈને વેક્સિનેશનની બાબતમાં નાગરીકો પોતે જવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે. જે લોકો બાકી છે એ આગામી દિવસોમાં લઈ લેશ. બીજી તરફ બુસ્ટર ડોઝને લઈને ખાસ કરીને વડીલોમાં જાગૃતિ છે. હવે તો ૯૦ દિવસ પૂરા થતાં મેસેજ મળતા વૃધ્ધો જરૂરીયાત નાગરીકો બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. માત્ર વેક્સિનેશનને લઈને નહીં પરંતુ વેક્સિન મુકાઈ છે કે નહીં તેની પણ તપાસ થાય છે.
હજુ ઘણા સ્થાનો પર વેક્સિન સર્ટીફિકેટની તપાસ થાય છે. ટ્રાન્સપોર્ટ બસો મોલ્સ, મોટા-મોટા શો રૂમોમાં પ્રવેશતા પહેલાં ‘ટેમ્પરેચર’ ચેક કરવાની સાથે સાથે સનેટાઈઝ કરાય છે અને ત્યારબાદ ‘વેક્સિન સર્ટીફિકેટ’ની માંગણી કરવામાં આવે છે. જાે સર્ટીફિકેેટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે. સરકાર-માધ્યમોમાં સતત પ્રચાર તથા મેડીકલ ક્ષેત્રના આગેવાનો, રાજકીય પક્ષો, સામાજીક સંસ્થાઓ સહિત સૌ કોઈના સહિયારા પ્રયાસથી વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપી થઈ ગઈ છે. તેની સાથે સર્ટીફિકેટની માંગણીને લઈને સમાજમાં અવેરનેસ’ આવી છે.
અકસ્માત કે ઈમરજન્સી જેવા કિસ્સામાં બને ત્યાં સુધી વેક્સિન સર્ટીફિકેટનુ ચેકીંગ કરાય છે. વેક્સિનના બંન્ને ડોઝ લીધાની તપાસ થયા બાદ જ દવાખાનાઓમાં કેસ હાથ પર લેવાય છે. એવા કેટલાંક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છ. યુવાનો, વયસ્કો, વૃધ્ધો સહિત સૌ કોઈ અંદાજેે ૧૦૦ વ્યક્તિઓેમાંથી ૬ થી ૭ નાગરીક વેક્સિન લઈ ચુક્યા હોવાનો અંદાજ છે. બાકી જેઓએ વેક્સિન લીધી નથી તેમણે પોતાની જવાબદારી સમજીને લઈ લેવી જાેઈએ કારણ કે આપણી સલામતી આપણા હાથમાં છે.