આપણે થાકી ગયા છીએ પરંતુ વાયરસ નહીં: ડબ્લ્યુએચઓ

નવીદિલ્હી, કોરોના મહામારીના વધતા કેસોથી અનેક દેશોમાં બીજીવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જયારે અત્યાર સુધી તેની કોઇ પણ વેકસીન બની શકી નથી આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયને કોવિડ ૧૯ને લઇ દુનિયાને ચેતવણી આપી છે ટ્રેડ્રોસે કહ્યું કે આપણા ભલે મહામારીથી લડત થાકી ગયા હોય પરંતુ વાયરસ હજુ થાકયો નથી.
તેમણે મુખ્ય આર્થિક સભામાં બોલતા આ વાત કહેતા કહ્યું કે નવા અમેરિકી રાષ્ટ્રપતિ બ્રિડેને પણ સમર્થન કર્યું છે અને આશા વ્યકત કરી છે કે તેનાથી મહામારીને સમાપ્ત કરવા માટે વૈશ્વિક સહયોગ મળશે. વિજ્ઞાનનું અનુસરણ કરનારા માટે તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ છે.
વાયરસના ખતરાથી મોં મરોડવામાં ન આવે આપણે ભલે કોવિડ ૧૯થી થાકી ગયા હોય પરંતુ આ આપણાથી થાકયો નથી એકાંતવાસથી બહાર આવવા પર ટ્રેડ્રોસે કહ્યું કે વાયરસ નબળા લોકોને પોતાનો શિકાર બનાવે છે. આપણે તેની સાથે વાતચીત કરી શકતા નથી ન તો પોતાની આંખો બંધ કરી શકીએ છીએ અને આશા કરીએ છીએ કે આ દુર થઇ જાય તેમણે કહ્યું કે રાજનીતિક નિવેદનબજી કે કાવતરાના સિધ્ધાંતો પર કોઇ ધ્યાન આપતું નથી અમારી એકમાત્ર આશા વિજ્ઞાન સમાધાન અને એકતા છે.HS