Western Times News

Gujarati News

આપણે પ્રજાના કલ્યાણ માટેના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થયા છીએઃ સીએમ વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે ટેકનોલોજીના ઉપયોગથી જનહિત-લોકસેવાના કામો ટ્રાન્સપેરન્સીથી અને પ્રો-એક્ટિવલી કરીને જ ગુડ ગર્વનન્સનો ધ્યેય પાર પાડી શકાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકશાહિ શાસનમાં બંધારણમાં નિહિત અધિકારો-ફરજાેના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારીને પૂરી નિષ્ઠાથી, ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા, આકાંક્ષા સંતોષી સરકારની ઉજ્જવળ ઇમેજ-છબિ-પરસેપ્શન પ્રજા માનસમાં જિલ્લા અધિકારી તરીકે તમે જ બનાવી શકો છો.

વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના રાજ્યભરના કલેકટરો-ડી.ડી.ઓ.ની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પરિષદમાં જાેડાયા હતા.

મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં એમ પણ જણાવ્યું કે, હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમોથી તરત લોકો સુધી પહોચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીઝની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજાેગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવનિયુકત કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશાસૂચક ગણાવી હતી. તેમણે કોરોના-કોવિડ-૧૯ ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓ અને ટીમ ગુજરાતની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ જ સ્પિરીટ અને મિશન મોડ સાથે સતત કાર્યરત રહેવા મુખ્યમંત્રીએ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સરકાર મુખ્યત્વે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્થંભ પર કાર્યરત છે ત્યારે સરકારની બધી યોજનાઓ આ પિલ્લરના આધારે કાયાર્ન્વિત થાય, છેવાડાના ગામડાના માનવી સુધી તેનો લાભ પહોચે અને છેક નીચલા સ્તર સુધી ગૃડ ગર્વનન્સ-ટ્રાન્સપેરન્ટ ગર્વનન્સનું પરસેપ્શન વિસ્તરે તે જિલ્લાના વહિવટી વડા તરીકે તેમનું દાયિત્વ બને છે.‘‘આપણે પ્રજાના કલ્યાણ માટેના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થયા છીયે’’

એમ જણાવતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, સામાન્ય માનવી પ્રત્યેની સંવેદના, પેન્ડીંગ કામો ત્વરાએ પૂરા કરવા અને ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના ધ્યેય સાથે જાે જિલ્લાના વડા તરીકે ઇનીશ્યેટીવ લેવાશે તો તેની દૂરોગામી અસરો ફિલ્ડના સ્ટાફ અને અન્ય કર્મયોગીઓ પર પણ પડતાં સમગ્ર સરકારની ઇમેજ-છબિ વધુ ઉજળી થશે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ગર્વનન્સ-સુશાસનનું મોડેલ ગુજરાતને આપેલું છે. ગુજરાત તેના આધારે વિકાસના રાહે પૂરપાટ આગળ વધ્યું છે

ત્યારે હવે તેને વધુ ઉન્નત અને વેગવંતો બનાવવાની જવાબદારી આ નવયુવાન જિલ્લા અધિકારીઓના શિરે છે. ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.