આપણે બધા ભેગા થઈને કામ કરીશું તો તમામ બેઠકો પર વિજય મેળવીશું
પેજ પ્રમુખને સંબોધન કરતા મહાનગર પાલિકાની ૪૪ બેઠક જીતવા માટે ટાર્ગેટ આપી દીધો
ગાંધીનગર, આ ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાને ઊતર્યા છે. ગાંધીનગર ખાતે આવેલા સિવિલ ઓડિટોરિયમમાં પેજ સમિતિ મહાઅભિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહાનગર પાલિકા વિસ્તારના પેજ પ્રમુખને સંબોધન કરતા મહાનગર પાલિકાની ૪૪ બેઠક જીતવા માટે ટાર્ગેટ આપી દીધો છે.
ગાંધીનગર આવેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણે બધા ભેગા થઈને કામ કરીશું તો તમામ બેઠક પર વિજય મેળવીશું. ગાંધીનગરનું મ્હેણું લોકો આપણને કાયમ મારે છે. જે હવે આપણે તોડવાનું છે. સમગ્ર દેશમાં તમામ બેઠક ભાજપ ન જીતે ત્યાં સુધી આપણે લડતા રહેવાનું છે. આ માટે આપણે એક જુસ્સો પણ ટકાવી રાખવાનો છે.
આપણે મુખ્યમંત્રી છીએ એટલે પોણા કલાક સુધી બોલવું જાેઈએ આપણે એવા મુડમાં નથી. ઘણી વખત ચૂંટણીમાં બોલી જાય પણ પછી કોઈ જાેવા માટે પણ આવતું નથી. હવે આપણા બધાની જવાબદારી છે. તમને અમારા સુધી પહોંચતા આવડે છે. એટલું જ નહીં અમારા નંબર પણ તમારી પાસે છે.
જાેકે, ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર થયા છે. નવા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની આ પહેલી ચૂંટણી છે. જ્યારે વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. એવામાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું એલાન થતા પક્ષની ટીમ કામે લાગી ચૂકી છે.
નો રીપિટ પોલીસીને અનુસરીને તૈયાર થયેલી આ મંત્રીમંડળની નવી ટીમ બાદ મહાનગર પાલિકાની ચૂંટણી પર સૌની નજર છે. ગુજરાત રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ આ પહેલી ચૂંટણી છે. જે ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન પુરવાર થશે. ચૂંટણીના પરિણામ બાદ ક્યાસ લગાવી શકાશે કે ગુજરાતમાં મુખ્મંત્રી સહિત મંત્રીમંડળ બદલવાનો ભાજપનો ર્નિણય સાચો છે કે ખોટો? એનાથી પાર્ટીને ફાયદો છે કે, નુકસાન.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત ગાંધીનગર મહાનગર દ્વારા આયોજીત પેજપ્રમુખ મહાભિયાનમાં હાજરી આપી હતી.આ સંમેલનમાં વર્ચ્યૂઅલ માધ્યમથી જાેડાયેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલજી,રાજ્ય સરકારના મંત્રીઓ,પૂર્વ મંત્રીઓ,પ્રદેશ મહામંત્રીઓ,પ્રદેશ તથા મહાનગરના પદાધિકારીઓ તથા સૌ કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
એવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, પોતાનું સમગ્ર જીવન પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ રાષ્ટ્રને સમર્પિત કરી અડીખમ રીતે દેશહિતમાં જે કામ કર્યું છે. તે બદલ તેમના શરણમાં મસ્તક ઝુકાવી નમન કરું છું. દેશને ભારતીય જનતા પાર્ટીએ અનેક રાષ્ટ્રવાદી નેતાઓ અને કાર્યકર્તાઓની હારમાળા આપી છે.