આપણો દેશ નોકરી આપવા અસમર્થ છે: રાહુલ ગાંધી
નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ભારત યુવાનોને રોજગાર આપી શકશે નહીં જયારે મેં દેશને ચેતવણી આપી હતી કે કોરોના વાયરસથી ભારે નુકશાન થશે ત્યારે મીડિયાએ મારી મજાક ઉડાવી હતી આજે હું કહું છું કે આપણો દેશ રોજગાર આપી શકશે નહીં તેમણે કહ્યું કે જાે તમે સંમત ન હોય તો ૬-૭ મહીના રાહ જુઓ વિશ્વ બેંકે બુધવારે સંકેત આપ્યો છે કે તે ભારત માટે આર્થિક વિકાસની આગાહીમાં વધુ ધટાડો કરી શકે છે તેમણે એમ પણ કહ્યું કે કોવિડ ૧૯ કટોકટીમાંથી બહાર આવવા માટે આરોગ્ય મજુર જમીન કુશળતા અને નાણાં જેવા ક્ષેઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાની જરૂર છે વિશ્વ બેંકે મે મહિનામાં આગાહી કરી હતી કે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની અર્થવ્યવસ્થા ૩.૨ ટકા ઘટી જશે અને આગામી નાણાંકીય વર્ષમાં તે ધીમે ધીમે પાટા પર આવી શકે છે.
વિશ્વ બેંકે ભારત અંગેના એક સંશોધિત અહેવાલમાં જણાવ્યું છે કે તાજેતરના સપ્તાહમાં પડકારો સામે આવ્યા છે આની નજીકના ભવિષ્યમાં શકયતાઓ પર અસર પડી શકે છે આ જાેખમોમાં વાયરસનો સતત ફેલાવો વૈશ્વિક પરિસ્થિતિમાં વધુ સંકટ અને નાણાંકીય ક્ષેત્ર પર વધારાના દબાણનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે આ બાબતોને ધ્યાનમાં લેતા સુધારેલા પરિદ્શ્યમાં તીવ્ર ઘટાડાની અપેક્ષા રાખી શકાય છે જાે કે આ અંગેનો અહેવાલ ઓકટોબર ૨૦૨૦માં ઉપલબ્ધ થશે સુધારાઓ સતત આગળ વધારવાની જરૂર છે.HS