Western Times News

Gujarati News

આપના ચાર કોર્પોરેટરોનાં રાજીનામાંની અટકળો તેજ

સુરત, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં રોજેરોજ જાણે નવા ગાબડાં પડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલા જ ગાયક વિજય સુંવાળા તેમજ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પક્ષને અલવિદા કહ્યા બાદ હવે સુરતમાં આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રાજીનામું આપશે તેવી અટકળોએ જાેર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ છછઁના ત્રણ કોર્પોરેટરોએ પોતાને વોટ્‌સએપ પર આવેલા કોલમાં ભાજપમાં જાેડાવા લાલચ અપાઈ હોવાના દાવા કર્યા હતા.

આમ આદમી પાર્ટીનાં ત્રણ મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા, જ્યોતિકા લાઠિયા અને ભાવના સોલંકી ભાજપમાં જાેડાવાના છે તેવી જાેરદાર અટકળો ચાલી રહી છે. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, છછઁના ત્રણેય મહિલા કોર્પોરેટર ગમે ત્યારે રાજીનામું આપી ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. એટલું જ નહીં, વોર્ડ નંબર ૧૬ના કોર્પોરેટર વિપુલ મોવલિયા સામે પણ પાર્ટી શિસ્ત ભંગના પગલાં લઈ શકે છે તેવી ચર્ચા છે.

પક્ષે હાલ તેમને નોટિસ ફટકારી તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને કાઢી કેમ ના મૂકવા તેવો સવાલ કરી તેમની પાસેથી ખુલાસો કર્યો છે. આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો આજે સુરત મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વિપક્ષને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોર્પોરેટરોએ એવી દલીલ પણ કરી હતી કે જાે વિપક્ષનો અવાજ નબળો પડશે તો કોર્પોરેશનમાં પ્રજાના મુદ્દા કોણ ઉઠાવશે? પક્ષના નેતાઓ કબૂલી રહ્યા છે કે વિપુલ મોવલિયા સહિતના ચાર કોર્પોરેટરો હાલ સંપર્ક વિહોણા છે. તેમનો એવો પણ આક્ષેપ છે કે આ ચારેય આમ આદમી પાર્ટીના સિદ્ધાંતોની વિરુદ્ધ શાસક પક્ષ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરવાના પ્રયાસ કરી રહ્યા હતા.

જેના બદલ પક્ષે તેમની સામે કાર્યવાહી કરતાં તેમને નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે. ગત વર્ષે રાજ્યમાં થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સૌથી સારો દેખાવ કરતા શહેરની ૧૨૦માંથી ૨૭ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ ઉપરાંત, ૨૮.૫૮ ટકા જેટલા મતો પણ પ્રાપ્ત કર્યા હતા. હાલની સ્થિતિએ આમ આદમી પાર્ટી જ કોર્પોરેશનમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે, કારણકે ગત ચૂંટણીમાં કોંગ્રેસને સુરતમાં એકેય બેઠક નહોતી મળી. ઓક્ટોબર ૨૦૨૧માં થયેલી ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક જ બેઠક મળી હતી.

જાેકે, પક્ષે ૨૧ ટકા વોટ મેળવતા રાજકીય પંડિતો પણ અચરજમાં મૂકાયા હતા. નવાઈની વાત એ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી વોટ શેરની દ્રષ્ટિએ થોડી પાછળ રહી હતી. કોંગ્રેસને ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૭.૯૭ ટકા વોટ મળ્યા હતા, જે ૨૦૧૬ની ચૂંટણીમાં ૪૬.૯૩ ટકા હતા.

ફેબ્રુઆરી ૨૦૨૧માં રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી. આ તમામ શહેરોમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ઝંપલાવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સૌથી સારો દેખાવ કરતાં ૨૮.૪૭ ટકા વોટ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે રાજકોટમાં તેને ૧૭.૪ ટકા અને અમદાવાદમાં ૧૩.૨૮ ટકા વોટ મળ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.