આપના નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા

લખનૌ, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટી રાજ્યસભાના સાંસદ સંજય સિંહ બુધવારે લખનઉમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને સાથે લઈને સત્તાની રાજકીય ખુરશી પર કબજાે કરવાની તૈયારીઓને આગળ ધપાવી રહેલી સમાજવાદી પાર્ટી પણ રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.
અખિલેશ યાદવે એક દિવસ પહેલા જ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને આજે અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત કરી. બન્ને લોકો વચ્ચે ગઠબંધન અંગે પ્રારંભિક વાતચીત થઈ ગઈ છે તેમજ આગામી થોડા દિવસોમાં ગઠબંધનનું અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
આપ સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. ગઠબંધન પર પણ વાતચીત થઈ છે. અમે બેઠકો વિશે વાત કરી રહ્યા છીએ. આગળ જતાં આ અંગે કેટલાક સકારાત્મક ર્નિણયોની અપેક્ષો પણ છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે શ્રેષ્ઠ ચૂંટણી લડી રહી છે અને સમાજવાદી પાર્ટી અનેક નાના પક્ષોને તેની સાથે જાેડી દીધા છે. આવી સ્થિતિમાં જાે સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના રૂપમાં આગળ વધે છે તો સ્વાભાવિક રીતે જ તેનાથી સમાજવાદી પાર્ટીને વધુ ફાયદો થશે.મહાગઠબંધનમાં સપાની સ્થિતિ વધુ સારી રહેશે.
સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ફાયદો દિલ્હીને અડીને આવેલા વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીમાં ખૂબ મદદરૂપ થશે. આ સિવાય ઘણા મહાનગરોની સીટો પર આમ આદમી પાર્ટીનો સારો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહાગઠબંધનમાં સપાની સ્થિતિ વધુ સારી રહેશે.AR