Western Times News

Gujarati News

AAP પાર્ટી BJP અને Congress ની બાપ બનીને આવશે સામેઃ છોટુ વસાવા

ભરૂચ, બીટીપી(ભારતીય ટ્રાયબલ પાર્ટી-BTP) અને આમ આદમી પાર્ટીના (AAP) ગઠબંધનનો મામલો હવે સ્પષ્ટ થઇ ગયો છે. આદિવાસી મસીહા છોટુભાઇ વસાવાએ (Chotu Vasava) મીડિયા સમક્ષ ગઠબંધનની વાતને સ્વીકારી ભાજપ અને કોંગ્રેસ સામે રણનીતિ વધુ વેગ બનાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઇ શકે તેમ છે. તેવામાં વિધાન સભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમીના પાર્ટીના ગઠબંધનના અહેવાલોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ઉભો કર્યો હતો.

તેવામાં આજદીને વાલિયાના ચંદેરીયા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ બીટીપી અને આપના ગઠબંધનની વાતને સ્વીકારી હતી.

સાથે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આવનાર વિધાનસભાની ચૂંટણી ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સાથે મળીને તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.