આપ સરકાર પંજાબના દરેક વ્યક્તિ અને વેપારીની સુરક્ષા સુનિશ્ચિત કરશેઃ કેજરીવાલ
ચંદીગઢ, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને સુરક્ષાનો ભરોસો આપ્યો અને કહ્યુ કે પંજાબના બધા લોકો ભલે તે કોઈ પણ જાતિ કે ધર્મના હોય તેમને હું વિશ્વાસ આપુ છુ કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબના બધા ૩ કરોડ પંજાબીઓની સુરક્ષાની જવાબદારી અમારી હશે. પંજાબ અને પંજાબીઓની સુરક્ષા અમારા માટે સર્વોપરિ છે.
લોકોની સુરક્ષા અમારા અહંકારથી ઉપર છે. જાે આના માટે અમારે કેન્દ્ર સરકાર કે કોઈ બીજા સામે ઝૂકવુ પડે તો વિનમ્રતાપૂર્વક ઝૂકીશુ અને પંજાબના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરીશુ.
કેજરીવાલ પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ધૂરી અને આસપાસના વેપારીઓ સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી. સભાને સંબોધિત કરીને કેજરીવાલે કહ્યુ કે પંજાબને સુરક્ષિત અને નશા મુક્ત બનાવવા માટે માત્ર એક ઈમાનદાર સરકારની જરુર છે.
ગઈ કોંગ્રેસ અને અકાલી સરકારોમાં પોલિસ પદાધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટીંગ પૈસા લઈને થતા હતા. લાખો રૂપિયા આપીને જે પોલિસનુ પોસ્ટીંગ થતુ તે પછી શું કરે. પૈસા પર ટ્રાન્સફર પોસ્ટીંગ થવાના કાણે જ સીમા પારથી પંજાબમાં નશાની તસ્કરી થાય છે.
અમે પંજાબને ઈમાનદાર સરકાર આપીશુ. પૈસા લઈને ટ્રાન્સફર-પોસ્ટીંગની પરંપરા ખતમ કરીશુ. પછી આ પંજાબ પોલિસ પૂરી ઈમાનદારી સાથે કા મકરશે અને પંજાબને સુરક્ષિત અને નશામુક્ત બનાવશે.
કેજરીવાલે વેપારીઓને ભરોસો આપ્યો કે આપ સરકાર બનવા પર અમે રેડ રાજ અને ઈન્સ્પેક્ટર રાજ સંપૂર્ણપણે ખતમ કરીશુ. અયોગ્ય અને બિનજરૂરી ટેક્સનો બોજ હટાવીશુ. આમાં પંજાબનો વેપાર પણ વધશે અને રોજગાર પણ. દિલ્લીનુ ઉદાહરણ આપીને કેજરીવાલે કહ્યુ કે ૨૦૧૫માં દિલ્લી સરકારનુ બજેટ ૨૫૦૦૦ કરોડ હતુ. અમે વેપારીઓ પર ભરોસો કર્યો અને રેડ રાજ ખતમ કર્યુ. આજે દિલ્લી સરકારનુ બજેટ ૭૦૦૦૦ કરોડ છે.
પંજાબમાં પણ અમે ઉદ્યોગ-વેપારને પ્રોત્સાહન આપવા માટે ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે ખતમ કરીશુ અને કોઈ પણ નવો ટેક્સ નહિ લગાવીએ. સરકાર બનતા જ ભ્રષ્ટાચાર પર પ્રહાર કરીશુ.
પંજાબની શાસન-વ્યવસ્થાને સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશુ. વેપારીઓની સમસ્યાઓના ત્વરિત સમાધાન માટે કેજરીવાલે ઘોષણા કરી કે આપ સરકાર બનવા પર બધા વેપારી ક્ષેત્રોના લોકોને મિલાવીને એક સરકારી સંસ્થાનુ નિર્માણ કરીશુ જેના પ્રધાન મુખ્યમંત્રી હશે. આ સંસ્થાના માધ્યમથી વેપારીઓ પોતાની સમસ્યાઓ સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે. સીધા મુખ્યમંત્રી પાસે સમસ્યા પહોંચાડવાથી તરત જ અને ઠોસ સમાધાન થશે.HS