આપ સાંસદ સંજય સિંહની વારાણસી પોલીસે એરપોર્ટ પર અટકાયત કરી

વારાણસી, પોલીસે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને કસ્ટડીમાં લીધા છે. સાંસદ સંજય સિંહ પોલીસને એરપોર્ટ પર મળ્યા હતા. પોલીસ દ્વારા તેમની અટકાયતનું કારણ પરવાનગી ન હોવાનું ગણાવ્યુ છે.
પોલીસે જણાવ્યું છે કે સાંસદ સંજય સિંહ પરવાનગી ન હોવા છતાં તિરંગા યાત્રામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.સંજય સિંહને કસ્ટડીમાં લેતા પોલીસે તેને તિરંગા યાત્રામાં મંજૂરી ન હોવાની નોટિસ પણ આપી હતી.
સાંસદ સંજય સિંહે કહ્યું કે, પહેલેથી જ રાજકીય પક્ષો અહીં રેલીઓ કરી રહ્યા છે, તેમને રોકવામાં આવ્યા ન હતા. અમારાથી નફરત કેમ છે, તમે કયા આધારે રોક્યા? શું દેશમાં તિરંગા યાત્રા કાઢવી ગેરકાયદેસર છે? તમે મને વહીવટીતંત્રના આદેશોનું પાલન કરવાનું કહો છો.
જે લખ્યું છે તેની નકલ બતાવો, શું તમને આદેશ આપવામાં આવ્યો છે? અમે પાપ નથી કર્યું, તમે સાંસદને કેવી રીતે રોકી શકો? બીજી બાજુ એસપી સહિત ઘણા પોલીસ અધિકારીઓએ કારમાં બેઠેલા સાંસદને બહાર નીકળવાનું કહ્યું. પોલીસે તેમને કહ્યું કે તમે પરવાનગી લીધા વગર રાજકીય પ્રવાસ કરી રહ્યા છો. તમારે અગાઉ જાણ કરવી જાેઈતી હતી, આ રીતે આવવા માટે પરવાનગી લેવી પડે છે.HS