આફતથી ડર નહિ…કામ સિફતથી લે..
આવેલી કોઈ પણ આફતથી માનવીએ જરા પણ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષેત્રમાંથી નાની કે મોટી આપત્તિ આવી શકે છે પરંતુ પડે એમ દેવાય એ સિધ્ધાંત ભુલાવો ન જાેઈએ. મન સ્વસ્થ રાખવાથી કોઈ પણ આફતમાંથી બહાર નીકળવાનો રસ્તો જડી આવશે જ. ગમે તેવો દુઃખનો પહાડ તૂટી પડે પણ આવેલી આફતને હકારાત્મક રીતે સ્વીકારતા એનો ઉકેલ કાઢવા માટે સરળતા પડે. આફતરૂપી તોફાની દરિયાઈ મોજા ગમે તેવી પછડાટ આવે પરંતુ સિફતથી એ દરિયાના મોજાથી બચવા ઉકેલ લાવતા આવડવું જાેઈએ. ગભરાયા તો મોતિયા જ મરી ગયા.
આ જમાનામાં ડગલે ને પગલે કોઈ પણ પ્રકારની આપત્તિ આવી ચડે, જેમ કે કોઈને સામાજિક તો કોઈને વ્યાવહારિક, તો કોઈને આર્થિક તો કોઈને વ્યવસાયની. હાલના જમાનામાં લોકો આફતથી ટેવાઈ ગયા હોય છે અને સમસ્યા ઉકેલવામાં જ તેઓનું મન રોકાયેલું રહે છે.
સરકાર તરફથી કોઇ પણ જાતના પગલાં લેવામાં આવે જેમ કે આયકર ભવનમાંથી કે વેચાણ વેરા ખાતામાંથી દરોડો પડે કે ધંધામાં ખોટ આવે તો પણ ગભરાયા વગર તેને સિફતથી કામ લેતાં આવડે તો તે કામમાં સરળતા પડે છે.
ઘણા માનવી કોઈ પણ નાની મોટી આફત આવે તો ગભરાઇ જતાં કોઈને માનસિક કે શારિરિક અસર થતાં લોહીનાં દબાણો રોગ, અથવા હ્રદયરોગનો હુમલો આવે અથવા ડાયાબિટીસ થાય અને કોઈને મન પર અસર થતાં હતાશાનો રોગ થાય છે. અને આફત આવતાં બીજા કામોમાં મન પરોવાતું નથી જેથી વધારે ભૂલો થતી જાય છે…
પોતે એકલો ઉકેલ લાવી ન શકે તો પોતાના અંગત લોકોને વાત કરવી જાેઈએ. પરિવારનાં સભ્યો કે મિત્રોએ ભેગા થઈ સમસ્યા નો હલ લાવવા સાથ આપવો જાેઈએ. વિચારોની આપ લે કરતાં સચોટ ઉપાય નીકળી શકે.
આ જમાનામાં માનવીએ હોશિયાર રહેવું જ પડે છે અને ચાલાકીથી કોઈ પણ જાતનો ઉકેલ લાવી શકાય છે.
કાળા માથાનો માનવી જાે ધારે તો શું ન કરી શકે. તે સિધ્ધાંત રાખવાથી ને સિફતથી કામ લઈને પોતે શાંતિ મેળવશે..
કોઈએ હિંમત હારવી ન જાેઈએ. હિંમતથી કામ લેતાં શીખવું જાેઈએ. હિંમત હારવાથી બુદ્ધિ બહેર મારી જાય છે ને ઉકેલ લાવી ન શકાતા મુસીબતોમાં વધારો થાય છે. તેથી કોઈ પણ સંજાેગોમાં ગભરાવાની જરૂર નથી. આફત આવતા કોઈની દાદાગીરી કે આશ્વાસનની અપેક્ષા રાખ્યા વિના સિફતથી કામ લઈને પાર પાડતા પોતાની કાબેલિયાતના પણ વખાણ થશે.
કોઈ પણ આફતનો ઉકેલ તો હોય જ પરંતુ તેનું નિરાકરણ લાવવું એ જ હોશિયારીનું કામ છે.