આફ્રિકામાં પેસન્જર ટ્રેને ગુડ્ઝ ટ્રેનને ટક્કર મારતા ૨૮૧ મુસાફરોનાં મોત
નવીદિલ્હી: રેલ્વે મુસાફરીએ અંતર દૂર કરવાનું અને લોકોને એકબીજી નજીક લાવવાનું કામ કરે છે. પરંતુ નબળી જાળવણી અને ટ્રેકનું સમારકામ ના હોવાને કારણે રેલ્વે અકસ્માત થતા રહેતા હોય છે. ત્યારે આવોજ એક ગમખ્વાર અકસ્માત આજના દિવસે તાંઝાનીયા દેશમાં થયો છે, આ અકસ્માતમાં ૨૮૧ મુસાફરોના મોત નિપજ્યા હતા. આ રેલ્વે અકસ્માતને આફ્રિકી ઈતિહાસમાં સૌથી ખરાબ માનવામાં આવ્યો છે, બીજી તરફ ૨૪ જૂન ૨૦૦૨ના રોજ ૧૨૦૦થી વધુ મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસન્જર ટ્રેન પહાડથી નીચેની તરફ ઝડપથી આગળ વધી રહી હતી અને અચાનક ગુડ્ઝ ટ્રેન સાથે જાેરદાર ટક્કર થઈ હતી.તેનાથી ઈગાડું ટ્રેન અકસ્માતના રૂપમાં યાદ કરવામાં આવે છે.
આ ટ્રેન દાર-એ-સલામથી મધ્ય તાંઝાનીયામાં ડોડોમા રાજ્યની મુસાફરી પર નિકળી હતી, તેને રસ્તામાં મસગાલી શહેરને પાર કર્યું અને પછી ઈગાંડુ નામના પર્વત પર પથરાયેલા ટ્રેક પર ચડવા લાગી હતી. તે દરમ્યાન ટ્રેનના બ્રેકમાં ખરાબીની જાણકારી મળી હતી.ડ્રાઈવરે પહાડની ટોચ પર પહોંચીને ટ્રેનને રોકી અને બ્રેકની તપાસ કરી હતી, ત્યાર પછી તે પરત આવીને પોતાના કેબિનમાં ગયો,
પરંતુ જ્યારે ટ્રેન બીજી વખત સ્ટાર્ટકરીતો બ્રેકિંગ સિસ્ટમ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ હતી. આ કારણે ટ્રેન પર્વત પરથી નીચે આવવાનું શરૂ કર્યું હતું, પહાડથી નીચે આવવાને કારણે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી, બેસ્ટેશન પાર કર્યા અને એક માલગાડી સાથે એટલી ભીષણ રીતે અથડાઈકે લોકોની ચીસો નિકળી ગઈ હતી.
ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક લોકોએ એબ્યુલન્સ સર્વિસની મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. જે સ્થળ પર આ અકસ્માત સર્જાયો ત્યાની હોસ્પિટલમાં ડોક્ટરોની અછત હતી. આ કારણે તાંઝાનીયાના સ્વાસ્થ્ય મંત્રીએજ ૪૦૦થી વધુ ઘાયલોની સારવાર કરી હતી.બીજી તરફ રેસ્કયુ ટીમને આધુનિક હથિયારોની અછત પડી હતી,, તેના કારણે તેઓ ટ્રેનના કાટમાળને કાપીને તેમાં ફસાયેલ યાત્રીઓને નિકાળી શક્યા નહોતા, પરંતુ લાંબા સમય પછી જરૂરી સાધનો પહોંચ્યા અને લોકોને બચાવવામાં ઝડપ આવી હતી.