આબુરોડથી માઉન્ટ આબુ જવાના રસ્તે ખાડાથી મુશ્કેલી

અમીરગઢ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે તો કેટલીક જગ્યાએ ખાડા અથવા ભૂવા પડ્યા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આબુરોડથી માઉન્ટ આબુ જવાના રસ્તે તો એટલો મોટો ખાડો પડ્યો છે વાહનોની અવરજવર માટે પ્રશાસન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ વધુ વરસાદના કારણે અને સિવરેજ લાઈન પાથરવાના કારણે રોડ પર મોટી ખાઈ પડી જતા આબુરોડ અને માઉન્ટ આબુને જાેડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે.
જેથી ત્યાં ફરવા આવતા સહેલાણીઓ તેમજ સ્થાનિકોએને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાઈ પડી જવાને કારણે મોટા વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો અને પ્રશાસન દ્વારા નાના વાહનોને અવરજવર કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવી પડી છે.
જાે કે, મોટા વાહનો અને નિર્માણ સામગ્રીને લઈને જતા મોટા વાહનો માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાના વાહનોને પણ બે-બે કલાકના સમયગાળામાં વાહનોને માઉન્ટ આબુથી નીચે ઉતરવા અને ઉપર જવા દેવામાં આવશે.
જેમાં સવારે ૮થી ૧૦ નીચે, સવારે ૧૦થી ૧૨ ઉપર, બપોરે ૧૨થી ૨નીચે, બપોરે ૨થી સાંજે ૪ ઉપર, સાંજે ૪થી ૬ નીચે, સાંજે ૬થી રાતે ૮ ઉપર, રાત્રે ૮થી ૧૦ નીચે ઉતરી શકાશે. રસ્તો બંધ થતાં ઘણા પર્યટકો પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.
માઉન્ટ આબુના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અભિષેક સુરાનાના જણાવ્યા અનુસાર, ગટરનું કામ દરમિયાન ખાડો પડી ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, રસ્તો બનાવવાનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે અને અમે અપેક્ષા છે કે, મંગળવાર સાંજ સુધીમાં ટ્રાફિક સામાન્ય થઈ જશે.SSS