Western Times News

Gujarati News

આમદની અઠ્ઠની-ખર્ચા રૂપૈયા, ખેડૂતોની સ્થિતિ-શાકભાજીમાં વળતર બાબતે કિસાનોમાં બુમ

પ્રતિકાત્મક તસવીર

ઉત્પાદિત પેદાશોના મળતા ભાવ કરતા પ્રોડકશન કોસ્ટ વધુ હોવાની ફરીયાદ-ખેડૂતો માલ વેચવા આવે ત્યારે વેપારી ભાવ નક્કી કરે છે

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, જગતના તાતની હાલત કફોડી થઈ ગઈ છે. દેશમાં જે રાજયોમાં ભારે વરસાદ-પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યાં ખેતરોનો સોથ વળી ગયો છે. તો ગુજરાત જેવા રાજયમાં નૈઋત્યનુ ચોમાસુ બરાબર જામ્યુ નથી.

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત થયા છે. એક બાજુ કુદરતનો માર અને બીજી તરફ ઉત્પાદન થયેલા માલની બજાર કિંમત બરાબર મળતી નહી હોવાથી ખેેડૂતોની સ્થિતિ ‘આમદની અઠ્ઠની-ખર્ચા રૂપૈયા’ જેવી થઈ ગઈ છે. ઉત્પાદન થતાં માલની કોસ્ટ ઉંચી જતા ખેડૂતોને પૂરતુ વળતર મળતુ નહીં હોવાની બુમ પડી રહી છે. ખેેડૂતો જ્યારે પોતે પકવેલો માલ વેચવા જાય છે ત્યારે તેને નબર પડે ેછે. કારણ કે વેપારીઓ તેમની પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છેે. અને વેચવાવાળાના પાકનો ભાવ નક્કી કરે છે.

મતલબ એ કે ખેેડૂતોને વેપારીના ભાવતાલ પ્રમાણે તાબે થવુ પડે છે. જાે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેેડૂતોના પ્રશ્નો- સમસ્યાઓ માટે જાગૃત છે. તેમ છતાં અમુક પાકમાં ખેડૂતોને પૂરતુ વળતર ખરેખર મળતુ નથી. ખાસ કરીને શાકભાજીમાં ખેડૂતોને મોટેભાગે નુકશાન વેઠવાનો વારો આવે છે.

કોલ્ડસ્ટોરેજના ખર્ચા પોષાય એમ નહીં હોવાથી છેવટે જયારે માલનો ભરાવો થયો હોય એેવા સંજોગોમાં ખેડૂતને ભાવોભાવ અગર તો ખોટ ખાઈને વેચી દેવો પડે છે. શાકભાજી મોટાભાગની લાંબો સમય ટકી શકતી નથી. ટામેટામાં બે વર્ષ પહેલાં ખેડૂતોને સારો ભાવ મળતો હતો. પરંતુ ત્યારબાદ સરહદો સળગતા તેમાં ઘટાડો આવ્યો છે એવું કૃષિ સાથે સંકળાયેલા તજજ્ઞ ખેડૂતોનું માનવું છે.

વળી, તાલુકા કક્ષાએ દલાલી લેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જીલ્લા એપીએમસીમાં આવુ જાેવા મળતુ નથી. એક સાથેે ઉત્પાદનનો સામટો જથ્થો બહાર આવે છે ત્યારે ખેડૂતોને ભાવ મળતા નથી. ઓફસિઝનમાં માલના ભાવ મળે છે. પરંતુ નાના-મધ્યમ વર્ગના ખેડૂતોને કોલ્ડસ્ટોરેજના ભાવ પોષાતા નથી.

અને તેથી જ અમુક વખતનો જે ભાવ આવે તે ભાવે પોતાની ઉત્પાદિત પેદાશોને નિકાલ કરવાનું કિસાનો ઉચિત સમજે છે. તાજેતરમાં બટાકાના ઉત્પાદનને લઈને કિસાન સંઘ તરફથી સરકારને રજુઆત કરાઈ છે. બટાકાની મળતી કિંમત કરતા પ્રોડકશન કોસ્ટ ઉંચુ હોવાની ફરીયાદ ઉઠી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.