આમધાના પ્રભુભાઇને સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધ પેન્શનનો હુકમ અપાયો
વલસાડ:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા- માની ફળિયામાં રહેતા પ્રભુભાઇ લાછીયાભાઇ સવરાએ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધ સહાય માટે મામલતદાર કચેરીમાં કરેલી અરજીના અનુસંધાને અરણાઇ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધ સહાયનો હુકમ એનાયત કરાયો હતો. આ યોજના હેઠળ પ્રભુભાઇને મહિને રૂા.૭૫૦/-ની સહાય મળશે, જે તેમના બેંક એકાઉન્ટમાં સીધા જ જમા થશે.
આ બાબતે પ્રભુભાઇએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી અને જમીન પણ ઘણી ઓછી હોવાથી મારું ગુજરાન ચલાવવામાં તકલીફ રહેતી હતી. રાજ્ય સરકારની વૃદ્ધ સહાય યોજના અંગે જાણકારી મળતાં મેં મામલતદાર કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. જે અરજી મંજૂર થતાં હવે મને દર માસે સાતસો પચાસ રૂપિયા પેન્શન મળતાં મારું જીવન સારી રીતે જીવી શકીશ.