આમિરની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે તસવીરો શેર કરી
મુંબઈ: આમિર ખાનની પુત્રી આયરા ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ આયરાએ કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેનો રોમેન્ટિક અંદાજ જાેવા મળી રહ્યો છે. આમિર ખાનની પુત્રી આયરા ખાને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આયરા બોયફ્રેન્ડ નુપુર શિકારે સાથે ખુબ મસ્તી કરતી જાેવા મળી રહી છે. બંને એક બીજા સાથે રોમેન્ટિક પોઝ પણ આપી રહ્યા છે. તેણે આયરા ખાનના ગળામાં હાથ નાખી રાખ્યો છેઅને તે મસ્તી કરતો જાેવા મળે છે.
આયરા ખાને ફોટો શેર કરતા લખ્યું છે કે આ કેટલો ડ્રામેબાઝ છે. આયરાના મિત્રો અને ફેન્સ તસવીરો પર ખુબ કમેન્ટ કરી રહ્યા છે. આયરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિકારે સાથે પોતાના સંબંધને વેલેન્ટાઈન ડે પર જાહેર કર્યો હતો. તેણે પ્રોમિસ ડે પર લખ્યું હતું કે તારી સાથે પ્રોમિસ કરવું એ મારા માટે ગર્વની વાત છે. તમે મારા વેલેન્ટાઈન છો. ત્યારબાદ વેલેન્ટાઈન ડે પર અનેક તસવીરો પણ શેર કરી હતી.
નુપુર શિકારે અને આયરા ખાન સોશિયલ મીડિયા પર છાશવારે એકબીજા સાથે તસવીરો શેર કરતા જાેવા મળે છે. બંને હંમેશા સાથે વર્કઆઉટ કરે છે. આ ઉપરાંત બંને સાથે ફૂડ રિવ્યૂ પણ કરે છે. અત્રે જણાવવાનું કે આયરા ખાન આમિર ખાન અને રીના દત્તાની પુત્રી છે. આયરાના ભાઈનું નામ જુનૈદ છે. જુનૈદ અભિનેતા બનવા માંગે છે. જ્યારે આયરા ડિરેક્ટર બનવા માંગે છે. હાલમાં જ તેણે એક પ્લેનું દિગ્દર્શન પણ કર્યું હતું. જેમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે મહત્વની ભૂમિકા ભજવી હતી.