Western Times News

Gujarati News

આમિરનો ૨૦૧૨નો ઇન્ટરવ્યૂ શેર કરી કંગનાએ સવાલ કર્યો

આમિર અને તુર્કીનાં રાષ્ટ્રપતિની પત્ની એમીન એર્દોગનની મુલાકાતની તસવીર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો

મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલમાં તેની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડાની શૂટિંગ માટે તુર્કીમાં છે. આ દરમિયાન તેણે તુર્કીનાં રાષ્ટ્રપતિની પ્તની એમીન એર્દોગનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો વાયરલ થતા બબાલ મચી ગઇ છએ. ફર્સ્ટ લેડી તરફથી આ મુલાાકતની તસવીરો શેર કરવામાં આવી છે. જે બાદ આમિર ખાન પર નિશાન સાધવામાં આવ્યા હતાં. ગત દિવસોમાં કલમ ૩૭૦ હટાવવા પર તુર્કી તરફથી તેનાં વિરોધી નિવેદન આવ્યા હતાં.

Click link to download full epaper of 19th Aug. 2020 Western Times (Ahmedabad Gujarati) epaper pdf

હવે એક્ટ્રેસ કંગના રનૌતની ટીમે આમિર ખાનનો એક જૂનો વીડિયો શેર કર્યો છે અને આમિરની ધર્મનિરપેક્ષતા પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં આમિર ખાન કહતા નજર આવે છે કે, તે તેનાં બાળકોને સંપૂર્ણ રીતે ઇસ્લામને અનુસરવાની સલાહ આપશે. આ ઇન્ટરવ્યૂમાં આમિર ખાનને પુછવામાં આવ્યું હતું કે, શું હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ તેને કોઇ પ્રકારની દુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો.

કંગનાની ટીમે ટિ્‌વટર પર લખ્યું છે, હિન્દૂ મુસ્લિમ, મુસ્લિમ આ તો કટ્ટરપંથી છે, લગ્નનો અર્થ ફક્ત જીન અને સંસ્કૃતિઓનું મિશ્રણ નથી. પણ ધર્મોનું પણ છે. બાળકોને અલ્લાહની ઇબાદત પણ શીખવો અને શ્રીકૃષ્ણની ભક્તિ પણ આ જ ધર્મનિરપેક્ષતા છે? આમિર ખાન. વધુ એક ટિ્‌વટમાં કંગનાની ટીમ કહે છે કે, ‘આપ તો સૌથી વધુ ટોલરન્ટ હતા, આપ ક્યારથી હિન્દુઇઝમને લઇને ઇન્ટોલરન્ટ થઇ ગયા? હિન્દૂ માતાઓની સંતાનો જેમની રગોમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામનું લોહી વહે છે, સનાતન ધર્મ, ભારતીય સભ્યતા, આ જ સંસ્કૃતિ જેની ધરોહર છે, તે ફક્ત અને ફક્ત ઇસ્લામને ફોલો કરશે, આવું કેમ?’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.