આમિર-કિરણ લાલસિંહ ચઢ્ઢાના સેટ પર એક સાથે જાેવા મળ્યા
મુંબઈ: આમિર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના શૂટિંગનો કેટલોક ભાગ બાકી છે. દેશના જુદા જુદા રાજ્યોમાં શૂટ થનારી આ ફિલ્મનું શૂટિંગ હવે લદ્દાખમાં થઈ રહ્યું છે. છૂટાછેડાની જાહેરાત બાદ આમિર ખાન અને કિરણ રાવે ચાહકો અને નજીકના મિત્રો વચ્ચે એક વિડીયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કાયદેસર રીતે અલગ થઈ રહ્યા છે પરંતુ મિત્રતા તેમની સાથે જ રહી છે.
આ જ કારણ છે કે આમિર અને કિરણ ભૂતકાળને પાછળ છોડી પ્રોફેશનલ સ્તરે એક થયા છે. આમિર અને કિરણ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગના સંબંધમાં આ દિવસોમાં લદાખમાં છે. આમિર કે કિરણ આ માહિતી આપી રહ્યા નથી, પરંતુ દક્ષિણના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ તેનો ખુલાસો કર્યો છે. અભિનેતા નાગા ચૈતન્યએ ટિ્વટર પર લાલ સિંહ ચઢ્ઢાના સેટની તસવીર શેર કરી છે. આ તસવીરમાં આમિર, ચૈતન્ય અને કિરણ રાવ સાથે જાેવા મળી રહ્યા છે. તેમ કહેવામાં આવી રહ્યું છે કે, શૂટિંગ આ અઠવાડિયાથી શરૂ થશે.
ચૈતન્ય પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. ચૈતન્યની આ ભૂમિકા માટે આમિરની પહેલી પસંદ વિજય સેતુપતિ હતો. જાેકે કેટલાક કારણોને લીધે વિજયે ફિલ્મ છોડી દીધી હતી. ચૈતન્ય આમાં આમિરના નજીકના મિત્રની ભૂમિકા નિભાવતો જાેવા મળશે. તસવીર શેર કરતી વખતે ચૈતન્ય લખે છે, આભાર, તેમ જ તેણે હેશટેગમાં બાલા પણ લખ્યું છે. આ પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ચૈતન્યનાં પાત્રનું નામ બાલા રાખવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર અહીં ફિલ્મનું ૪૫ દિવસનું શિડ્યૂલ છે. આમિર અને ચૈતન્યનાં કેટલાક ફાઇટ સીન પણ અહીં શૂટ કરવામાં આવશે.