આમિર ખાનને પર્ફેક્ટનિસ્ટ નથી માનતી સાન્યા મલ્હોત્રા
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા હાલ પગલૈટની સફળતાનો ભરપૂર આનંદ લઈ રહી છે. હાલમાં વાતચીત કરતાં સાન્યા મલ્હોત્રાએ ખુલાસો કર્યો કે, આમિર ખાન પર્ફેક્શનિસ્ટ નથી. આટલા વર્ષ સુધી આમિર ખાનને લોકો પર્ફેક્શનિસ્ટ તરીકે જ ઓળખે છે, પરંતુ તેની દંગલ કો-સ્ટાર સાન્યા મલ્હોત્રાનું માનવું છે કે, તે પર્ફેક્શનિસ્ટ નથી. સાન્યા મલ્હોત્રાએ કહ્યું કે, આમિર ખાન પર્ફેક્શનિસ્ટ નથી.
તેઓ પેશનેટ છે. મને લાગે છે કે, પર્ફેક્શનિસ્ટએ ખૂબ નકારાત્મક અર્થ છે, જે પોતાની રીતે ખરાબ છે. મને લાગે છે કે ડિક્શનરીમાં પણ એ જ છે કે તે સારો અર્થ નથી. આમિર ખાનની પ્રશંસા કરતી વખતે સાન્યા મલ્હોત્રાએ કહ્યું કે, તે (સાન્યા) પોતાના પર ખૂબ કઠોર છે અને ભૂતકાળમાં તેને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ થયું હતું. તેણે ઉમેર્યું કે, હું કહેવા માગુ છું કે, આમિર ખાન તેમના કામને લઈને પેશનેટ છે પરંતુ હું ખૂબ ક્રિટિકલ થઈ જાઉ છું. એવી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ
જેના બાદમાં હું પોતાને કહેતી હતી કે તારે આ નહોતી કરવું જાેઈતું. તારે પેલું નહોતું કરવું જાેઈતું. હું કેવી રીતે સમજાવું-તેને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ કહી લો. મતલબ, ઘણા લોકોને થાય છે, પણ મોટાભાગના લોકોને જાણ નથી હોતી કે તેમને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ થયું છે. મને તે જ હતું. પરંતુ હવે મને તેવું કંઈ નથી. હવે, હું મારી જાતને સારી રીતે રાખું છું અને વધારે મારા પ્રત્યે કઠોર બનતી નથી. સાન્યા મલ્હોત્રા તેના દંગલ કો-એક્ટર આમિર ખાન વિશે શું વિચારે છે
તે જાણવું એક્ટર માટે પણ રસપ્રદ હતું. સાન્યા મલ્હોત્રાની વાત કરીએ તો, તેણે ખૂબ ઓછી ફિલ્મો કરી છે પરંતુ જેટલી પણ ફિલ્મો કરી છે તે તમામમાં તેના પર્ફોર્મન્સના ખૂબ વખાણ થયા હતા. ખાસ કરીને ‘પગલૈટ’માં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સે પણ તેના વખાણ કર્યા છે. સાન્યા મલ્હોત્રા દંગલ સિવાય પટાખા, બધાઈ હો, ફોટોગ્રાફ, શકુંતલા દેવી તેમજ લૂડોમાં કામ કરી ચૂકી છે.