આમોદના આછોદ ગામેથી ONGCનો ભંગાર ચોરી કરી બે ચોર પલાયન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ તાલુકાના આછોદ ગામે હાલ ઓએનજીસીના રીગનું સિફટિંગનું કામ ચાલતું હોય તેનો લોખંડનો સામાન ત્યાં ખુલ્લી જગ્યામાં પડ્યો હતો.જે આછોદ ગામના બે ઈસમોએ છોટા હાથી ટેમ્પો મંગાવી ચોરી કરી જતા હોય તેમની સામે આમોદ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી.આમોદ પોલીસે બંને ચોરને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આમોદ તાલુકાના આછોદ ગામે હાલ ઓએનજીસી રીગ ઉપર સિફટનું કામ ચાલી રહ્યું છે.જેથી ઓએનજીસીનો લોખંડનો સામાન ખુલ્લામાં પડી રહ્યો હતો.ત્યારે આછોદ ગામમાં બે ઈસમો નામે અલ્તાફ અલી જાલખા અને મુનાફ મુસા મોજીયા છોટા હાથી ટેમ્પો જીજે ૬ વીવી ૫૧૮૨ માં લઈ જતા હતા.ત્યારે જશવંતસિંહ રાયસિંહ એસઆરપી ગૃપ ઓએનજીસીએ ટેમ્પોમાં રહેલ સામાન બાબતે પૂછતાં કઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં.ત્યાર બાદ તે ટેમ્પો મૂકીને ભાગી ગયા હતા.
આમોદ પોલીસે જશવંતસિંહ રાયસિંહે તેમની વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે લોખંડના ભંગારની કિંમત ૧૦૦૦૦ તથા છોટા હાથી ટેમ્પો જેની કિંમત ૧,૫૦,૦૦૦ ગણી કુલ ૧,૬૦,૦૦૦ ના મુદ્દામાલ કબ્જે લઈ ભાગી ગયેલા બે ચોર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.