આમોદના આછોદ ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ૨૪,૬૨૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
(વિરલ રાણા) ભરૂચ,આમોદ તાલુકાના આછોદ ગામે પત્તા પાનાં વડે હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના આછોદ ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી.ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આછોદ ગામે નવી નગરીમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા પાનાં વડે પૈસાથી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા આછોદ ગામના જુગાર રમતાં ચાર ઈસમો નામે
(૧) હનીફ ઈસ્માઈલ ઈબ્રાહીમ દિલદાર રહે.આછોદ
(૨) શબ્બીર હસન ઈબ્રાહીમ નમાજી રહે.આછોદ
(૩)સાદીક ઈબ્રાહીમ મુસા અદા રહે.કરમાડ તા.ભરૂચ મૂળ રહે આછોદ
(૪) ટીનાભાઈ રાવજીભાઈ ડાભી.રહે આછોદ.
સહિતના લોકોને ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના ૩૭૯૦ રોકડા તેમજ દાવ ઉપરના ૨૮૩૦ તથા મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા ૩૦૦૦ એક એક્ટિવા કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ ૨૪,૬૨૦ ના મુદ્દામાલ સાથે ચારેય સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.