આમોદના કાંકરિયા ધર્માંતરણ કેસમાં ૫ વોન્ટેડના નામ અને ફોટા પોલીસ દ્વારા જાહેર

વોન્ટેડ આરોપીઓ સામે ધરપકડ- વોરંટ જારી થયા બાદ પોલીસે તેમના ફોટા અને માહિતી જાહેર કરી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૧૫૦ લોકોના ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી ૧૦ લોકોની ધરપકડ કરાઈ છે.જાેકે હજી આ સમગ્ર પ્રકરણમાં ેંદ્ભ થી ફંડ મોકલનાર મૂળ નબીપુરના અબ્દુલ્લા ફેફડવાલા સહિત ૫ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ધરપકડ વોરંટ મેળવ્યા બાદ તેમના ફોટા અને માહિતી જારી કરી છે.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે લોભ અને પ્રલોભનો આપી આદિવાસી ૧૫૦ લોકોના ધર્માંતરણ કરવાના મામલામાં ૫ આરોપીઓ ફરિયાદના દોઢ મહિના બાદ પણ પોલીસને હાથ ન લાગતાં ભરૂચ પોલીસે કોર્ટ પાસેથી એક દ્ગઇૈં સહીત ફરાર ૫ આરોપીઓના વોરંટ મેળવ્યા હતા.વોરંટ મળ્યા બાદ ગુજરાત કે દેશના અન્ય રાજ્યમાં ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો માર્ગ મોકળો બનવાની શક્યતાઓ વધુ પ્રબળ બની હતી.
કાંકરિયા ગામમાં છેલ્લા ૧૦ વર્ષ જેટલા સમયથી ગરીબ આદિવાસી સ્થાનિકો લોકોને લાલચ અને ડર બતાવી તેમનું મુસ્લિમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવી નખાયું હતું. સરકારી નિયમો,કાયદા અને અધિકારીઓની પરવાનગીની જરૂરિયાતની ઐસીતૈસી કરી આ હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા.
ધર્માંતરણ બાદ પરત ફરેલા એક વ્યક્તિ દ્વારા સ્થાનિક તંત્રને આખા કાવતરાની જાણ કરાતા પોલીસ તપાસ સોંપાઈ હતી. જેના અંતે આ મામલે ૯ લોકો સામે ગત ૧૫ નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત ૪ આરોપી અને બાદમાં વધુ ૬ આરોપીઓની ધરપકડ કરી કુલ ૧૦ લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.
છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન ેંદ્ભ રહેતા દ્ગઇૈં અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત ૫ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ મળી આવ્યા નથી.આખરે ભરૂચ પોલીસે આ આરોપીઓના આમોદ કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા હતા.
તપાસ અધિકારી ડ્ઢરૂજીઁ એમ.પી.ભોજાણીએ આમોદ કોર્ટ સમક્ષ આ ૫ આરોપીઓ વિરિદ્ધ ઝ્રઇઁઝ્ર ની કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું હતું. હવે પોલીસ દ્વારા ધર્માંતરણ કેસમાં વોન્ટેડ ૫ આરોપીઓ
(૧) અબ્દુલ સમદ ઉર્ફે દાઉદ સુલેમાન પટેલ બેકરીવાલા રહે,આમોદ (૨) શબ્બીર મહમદ પટેલ બેકરીવાલા રહે,આછોદ (૩) હસન ઈશા પટેલ રહે,આછોદ (૪) ઈસ્માઈલ ઐયુબ રહે,આછોદ (૫) અબ્દુલ આદમ ફેફડાવાલા રહે,ેંદ્ભ ના ઓના ફોટા સહિતની માહિતી જાહેર કરી દેવાઈ છે.જે કોઈ વ્યક્તિને આ આરોપી અંગે માહિતી હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું છે.*