આમોદના દાંદા ગામે શાળામાં નશો કરેલી હાલતમાં નગ્ન અવસ્થામાં SRP જવાન ઝડપાયો

નશાને લીધે આખો લાલ ઘેરાયેલી હતી- કોરોનાના પાંચ પોઝીટીવ કેસ નોંધાતા ઈખર ગામે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવતા દાંદા ગામની શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(વિરલ રાણા, ભરૂચ), આમોદ તાલુકના ઈખર ગામે હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના પોઝીટીવ કેસ મળતા ઇખર ગામે એસઆરપી જવાનો લોકડાઉન બંદોબસ્તમાં છે જેમને રહેવા માટે દાંદા ગામે સરકારી શાળામાં રૂમ આપેલો છે.જ્યાં રૂમમાં એસઆરપી જવાન દારૂ પીને નગ્ન અવસ્થામાં સૂતેલો હોય અન્ય જવાને ઉપરી અધિકારીને જાણ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ઈખર ગામે કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના પાંચ પોઝીટીવ કેસ નોંધાતા ઈખર ગામે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.જેમાં એસઆરપી જવાનોનો પણ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.જ્યારે તેમની રહેવાની સુવિધા આમોદ તાલુકાના દાંદા ગામમાં શાળામાં કરવામાં આવી હતી.ઈખર ગામેથી નોકરી પૂર્ણ કરીને આ.પો.કો.દેવસિંહ ચીમલિયાભાઈ રાઠવા દાંદા ગામે શાળામાં ગયા હતા.
જ્યાં આ.પો.કો.રાકેશ પાંડુરંગ જે ગેરકાયદેસર વગર પાસ પરમીટનો દારૂ પીને નશો કરેલી હાલતમાં નગ્ન અવસ્થામાં સૂતો હતો.જેથી દેવસિંહ ચીમલિયાભાઈ રાઠવાએ ઉપરી અધિકારી પ્રશાંત ધીરુભાઈ હીહોરીયા. પોલીસ સબ ઈન્સ્પેક્ટરને જાણ કરતા ઉપરી અધિકારીએ ભરૂચ થી સરકારી ગાડી લઈ પંચો સાથે રૂબરૂ આવી તેની ખરાઈ કરતા રાકેશ પાંડુરંગ નશો કરેલી હાલતમાં નગ્ન અવસ્થામાં પડ્યો હતો તેની આંખો નશો કરેલો હોવાથી લાલ ઘેરાયેલી હતી તેને ઉભો કરતા લથડીયા ખાતો હતો.જેથી પ્રશાંત ધીરુ હીહોરીયાએ આમોદ પોલીસ મથકે એસઆરપી જવાન રાકેશ પાંડુરંગ સામે ગેરકાયદે દારૂ પીને નગ્ન અવસ્થામાં રહેવા બદલ ફરિયાદ નોંધાવી હતી.આમોદ પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.