આમોદના દેણવા ગામે દરિયામાં ન્હાવા પડેલા ચાંચવેલ ગામના બે યુવાનો ડૂબ્યા
અમાસની ભરતી અને નવા નીર આવતા ન્હાવા પડેલા યુવાનો લાપતા બન્યા : લોકો ના ટોળા એકત્ર થયા. : સતત બીજા દિવસે પણ ડૂબી ગયેલા યુવકો ની સવાર થી શોધખોળ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના દેણવા ગામે દરિયાની ભરતીમાં ન્હાવા માટે પડેલા ચાંચવેલ ગામના ત્રણ યુવાનો લાપતા બન્યા હતા.જ્યાં એકનો બચાવ થયો હતો.જ્યારે બીજા બે યુવાનો દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.યુવાનો દરિયા માં ડૂબ્યા હોવાની જાણ ગામ માં થતા લોકો ના ટોળે ટોળા દરિયા કિનારે પહોચી ગયા હતા અને યુવાનો ની શોધખોળ આરંભી હતી.પરંતુ ભરતી ના પાણી વધુ પ્રમાણ માં હોવાના કારણે મૃતદેહો મળ્યા ન હતા.સતત બીજા દિવસે પણ સવાર થી જ શોધખોળ શરૂ કરવાની આવી હતી.
આમોદ તાલુકાના દેણવા ગામે અમાસની ભરતીના કારણે લોકો દરિયા કિનારે લોકો મોટી સંખ્યામાં મોજ કરવા માટે ઉમટી પડ્યા હતા અને ઠંડા પવનોનો આહલાદક નઝારો માણી રહ્યા હતા ત્યારે વાગરા તાલુકાના ચાંચવેલ ગામના ત્રણ યુવાનો ત્યાં દરિયાના પાણીમાં નાહવા માટે પડ્યા હતા.જેમાં ૧) મુસ્તકીમ મહેબૂબ યાકુબ પટેલ ઉ.વ ૧૯ (૨) સૈયદ અફઝલ અનવર હુસૈન ઉ.વ.૧૭ અને (૩) અફઝલ ઈસ્માઈલ ખલીફા આ ત્રણેય યુવાનો દેણવા ગામના દરિયામાં નહાવા માટે પડ્યા હતા
અને દરિયામાં અચાનક ભરતીનું પાણી વધી જતાં ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા અને બચાવો બચાવો ની બુમો પાડતા હતા.
જ્યાં હાજર અનેક લોકોએ તેઓની બુમો સાંભળી હતી.જેમાં અફઝલ ઈસ્માઈલ ખલીફાને બચાવી લેવામાં આવ્યો હતો.જ્યારે અન્ય બે યુવાનો મુસ્તકીમ મહેબૂબ યાકુબ પટેલ ઉ.વ.૧૯ તેમજ સૈયદ અફઝલ અનવર હુસૈન ઉ.વ.૧૭ દરિયાની ભરતીના પાણીમાં ખેંચાવા લાગ્યા હતા.પાણીમાં લાપતા બન્યા હતા.જેની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જ્યારે ઓદ્યોગિક કંપનીના ફાયર લાશ્કરો પણ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા બે યુવાનોને શોધવાની કામગીરી આરંભી હતી.પરંતુ રાતના અંધકારમાં તેમને દરિયાના પાણી માંથી તેમને શોધવાનું કપરું બન્યું હતું.જ્યારે હજુ પણ દરિયાના પાણીમાં લાપતા બનેલા યુવાનોની સતત બીજા દિવસે પણ સવાર થી જ લાપતા યુવાનો ની શોધખોળ દરિયામાં કરવામાં આવી હતી.