આમોદના માતર ગામના બ્રીજ પર અલ્ટો ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માતઃ એકનું મોત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રીજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવર ટ્રેક કરવા જતાં ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આધેડને ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નિપજ્યું હતું.જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાયલાલભાઈ માનસિંહ સિંધા મારૂતી અલ્ટોમાં પ્રફુલચંન્દ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમા ગયા હતા.સવારના સાતેક વાગ્યે ચાવજ ગામેથી મૈયતની વિધી પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે ૮.૩૦ કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રીજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાયલાલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવર ટ્રેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલચંન્દ્ર કરૂણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
જેથી બંનેને ૧૦૮ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજર તબીબે પ્રફુલચંન્દ્ર કરુણાશંકર પંડ્યા ઉ.વ.૬૦ ને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભાયલાલભાઈને પ્રાથમીક સારવાર આપી રજા આપવામાં આવી હતી.બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથધરી હતી.
ભાદ્રોડમાં સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને ર૦ વર્ષની કેદ
ભાવનગરઃ મહુવાનાં ભાદ્રોડ ગામે મજુરી કામ કરતી સગીરા સાથે બળાત્કાર કરવાના કેસમાં આરોપી નવાબખાન હુસેન રહે. પાલીતાણાને મહુવા એડી.ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ ર૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી સગીરા સાથે ડુંગળીનો કારખાનામાં કામ કરતો હતો અને સગીરાને લલચાવી કારખાનાના પાછળના ભાગમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો.