આમોદના રોઝા ટંકારીયા ગામે ગેલ ઇન્ડિયા દ્વારા ૧૧૪ LPG કનેક્શનનું વિતરણ
ભરૂચ: ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે ગેલ ઇન્ડિયા દ્વારા ગામને સ્મોક્લેશ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગામના ૧૧૪ પરિવારોને એલપીજી ગેસ જોડાણ આપવામાં આવતા પરિવારજનોમાં આનંદ છવાયો હતો.ગામડામાં મોટાભાગે બહેનો રસોઈ બનાવવા માટે ઇંધણ તરીકે સૂકા છાણાં લાકડાનો ઉપયોગ કરતી હોય છે જેના કારણે પર્યાવરણમાં પ્રદુષણ ફેલાતું હોય છે.
તેમજ સજીવ સૃષ્ટિને નુકશાન પહોંચતું હોય છે. જેના નિરાકારણ માટે ગેલ ઈન્ડિયા કંપની દ્વારા રોઝા ટંકારીયા ગામની પસંદગી કરવામાં આવી હતી અને ૧૧૪ જેટલા એલપીજી બોટલ તેમજ સગડી સહિત કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગેલના સી.જી.એમ એસ.કે.મુસલગાવકરે ગેસ કનેક્શનના ઉપયોગના લાભાલાભ અને તકેદારી રાખવા અંગે ઉપસ્થિત લાભાર્થીઓને સમજ પુરી પાડી હતી.ગામના ડેપ્યુટી સરપંચે ગ્રામજનો વતી ગેલ કંપનીનો આભાર માન્યો હતો.ગેસ કનેક્શન આપતા પૂર્વે આમોદ ઈન્ડેન ગેસ એજન્સી દ્વારા ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓને સલામતી અને તકેદારી અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.આ પ્રસંગે ગેલ કંપની એચ આર વિભાગના એલવીનાબેન તથા રાકેશ ગુપ્તા આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિપક ચૌહાણ ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયો હતો.