આમોદના સરભાણ ગામે બનેલ ચકચારી રેપ વિથ મર્ડર કેસનો આરોપી આખરે ઝડપાયો

ગામમાં જ રહેતો નરાધમ બાળકી પર રાખતો હતો બુરી નજરઃ ૨૦૦ વ્યક્તિઓની પૂછપરછ અને ડી.એન.એ ટેસ્ટ બાદ ઝડપાયો આરોપી
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના ચકચારી રેપ વિથ મર્ડર કેસનવ આરોપીને બે મહિનાની લાંબી તપાસ બાદ પોલીસને સફળતા મળતા પીડિતાની બાજુ માં જ રહેતો યુવાનને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ગામ ખાતે ૮ મી નવેમ્બરે ૧૩ વર્ષીય સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા પોલીસે મૃતક સગીરાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
ધૃણાસ્પદ ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ સમગ્ર મામલે તપાસના ધમધમાટ શરૂ કરી અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ૧૧૦૦ થી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી કરવા સાથે હ્લજીન્ ની મદદ અને રિપોર્ટ સહિત ની તપાસમાં સરભાણ ગામમાં જ મજુર કોલોની ખાતે રહેતા વસંત પૂજાભાઈ રાઠોડ નામના ૨૪ વર્ષીય આરોપીની ઘટનામાં સંડોવણી બાહર આવી હોવાની વિગતો સામે આવી છે.
જેમાં આરોપી વસંત સગીરાની દુકાને ગુટખા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા ઉપર બગડી હતી અને બાદમાં તેણે મોકાનો લાભ લઈ સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા જતા તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી દઈ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવવા સાથે સગીરાના મોત બાદ પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીએ અન્ય લોકોની સાથે મળી જઇ તેની લાશને તેના ઘર પાસે લઈ જઈ મામલે ધાક પિછોડો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પરંતુ આમ છતાં આખરે સગીરાના મોતનો હત્યારો પોલીસ પકડથી બચી શક્યો નહિ અને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે.ભરૂચ પોલીસ વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી આરોપી ને જલ્દી થી કડક સજા થાય તે માટે ની કાર્યવાહી હાથ ધરનાર છે.*