આમોદના સરભાણ ગામે સગીરાનું અપહરણ કરનાર આરોપીને ચાર વર્ષ બાદ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો

ભરૂચ: ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના સરભાણ ગામે વર્ષ ૨૦૧૬માં એક સગીરાને તેના વાલીપણા માંથી એક સખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો.તેમજ તેની સામે આમોદ પોલીસ મથકે અપહરણ તેમજ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધાયો હતો.જે છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતો હતો.જેને ગતરોજ ભરૂચની પેરોલ ફર્લો સ્કોડ ઝડપી પાડ્યો હતો. જેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ચલાવી રહ્યા હતા.
આમોદ તાલુકાના સરભાણ ગામે ૨૦૧૬ માં મહેન્દ્રભાઈ ભીખાભાઈ વસાવા એક સગીરાને તેના વાલી પણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. જેથી તેની સામે અપહરણ તેમજ પોસ્કો હેઠળ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.જેને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ગત રોજ સરભાણ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.જેની આગળની કાર્યવાહી કરવા આમોદ પોલીસે અટક કરી હતી તથા તેનું મેડીકલ ચેકઅપ કરી વધુ તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે.