આમોદની કન્યાશાળા તેમજ મિશ્રશાળાની બાળાઓએ વિવિધ સરકારી વિભાગોની મુલાકાત લીધી
મહિલા દિવસ પખવાડિયા અંતર્ગત ૫૦ જેટલી બાળાઓએ સરકારી વિભાગોની પ્રેણનાત્મક મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરી હતી.નનહીં ફાઉન્ડેશન દ્વારા આમોદ અને જંબુસર ખાતે બાળ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.જે હાલ નેત્રંગ તથા વાલિયામાં પણ સફળતાપૂર્વક કાર્યરત છે.સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને દરરોજ બે કલાક નિશુલ્ક ટ્યુશન આપી અભ્યાસ પાકો કરાવવામાં આવે છે.માનસિક રીતે મજબૂત થાય તે રીતે વખતોવખત અનેક કાર્યક્રમો યોજાતા રહે છે.
બાળાઓની આંતરિક શક્તિ તેમજ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય શારીરિક માનસિક રીતે મજબૂત થાય તે માટે કાર્યક્રમો યોજાતા રહે છે.સદર કાર્યક્રમ હેઠળ ૧૦ હજાર જેટલી બાળાઓને શૈક્ષણિક મદદ કરવામાં આવી છે.હાલ મહિલા પખવાડીયા કાર્યક્રમ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ કન્યાશાળા તેમજ મિશ્ર શાળાની ધોરણ છ અને સાતમા અભ્યાસ કરતી ૫૦ જેટલી છાત્રાઓને વિવિધ સરકારી વિભાગોની મુલાકાત કરાવી હતી. જેમાં પોલીસ મથક,મામલતદાર કચેરી,તાલુકા પંચાયતમાં કેવી સરકારી કામગીરી કરવામાં આવે છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. બાળાઓને પ્રેરણા મળે એ હેતુસર ધનુબેન રાણા, એસ.એમ.પી.ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ હાજર રહ્યા હતા.