Western Times News

Gujarati News

આમોદની મહિલાઓને પાણી ના મળતાં પાલિકામાં માટલા ફોડી રોષ ઠાલવ્યો

Amod women protest against water crisis

વોર્ડ સભ્ય અને ઉપપ્રમુખ પાલિકામાં ના મળતાં ઉપપ્રમુખના ઘરે મોરચો માંડ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં આવેલી ફૈયાઝ પાર્ક સોસાયટીની બહેનોએ પાણી ના મળતા આમોદ નગરપાલિકામાં આવી માટલા ફોડ્યા હતા અને પાલિકા શાસકોની હાય હાય ના નારા લગાવ્યા હતા.આ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ મહિલાઓની રજુઆત સાથે સમર્થન આપી મહિલાઓના રજૂઆતને ટેકો આપ્યો હતો. Amod women protest against water crisis

આમોદની ફૈયાઝ પાર્ક સોસાયટીની મુસ્લિમ મહિલાઓને છેલ્લા ઘણાં સમયથી પીવાનું તેમજ વાપરવાનું પાણી ના મળતું હોય પાલિકા સત્તાધીશોના વહીવટ સામે રોષે ભરાઈ હતી. અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ ના મળતા મહિલાઓ આજે રણચંડી બની આમોદ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે ધસી આવી પાલિકા કચેરી બહાર માટલા ફોડ્યા હતાં.

અને આમોદ પાલિકા સત્તાધીશોની ‘હાય હાય’બોલાવી હતી.આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મહિલાઓની રજૂઆતને સમર્થન કરી તેમના આંદોલમાં ટેકો કર્યો હતો.પાલિકા કચેરીએ પહોંચેલી મહિલાઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા હતાં.

જાેકે પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ જવાબદાર અધિકારી ના મળતાં મહિલાઓ થોડો સમય પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી.ત્યાર બાદ પોતાના વોર્ડ નંબર છ ના મહિલા સદસ્ય અને પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલને ફોનથી જાણ કરતા તેઓ પોતાના મકાનનો સ્લેબ ભરાતો હોય પાલિકાએ આવી શક્યા નહોતાં.

જેથી આમોદ પાલિકા કચેરીથી ગુસ્સે ભરાયેલી મહિલાઓ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી,નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે હિંમતપુરામાં ઉપપ્રમુખના ઘરે જઈને પાણી માટે હલ્લો બોલાવી તેમનો ઘેરાવો કર્યો હતો.

અને ‘જાે પાણી ના આપી શકો તો રાજીનામુ આપો’ની માંગણી કરી હતી ત્યારે આમોદ પાલિકા ઉપપ્રમુખ ઉષાબેન પટેલે પ્રમુખને ફોન કરી તેમનો પણ ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે તમે પાલિકા કચેરીએ ના મળતા આજે મારા ઘરે ટોળું ધસી આવ્યું.ત્યાર બાદ સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશેની ઉપપ્રમુખે મૌખિક બાહેન્ધરી આપ્યા બાદ મહિલાઓનો ગુસ્સો શાંત પડતાં ઘરે ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.